Aapnu Gujarat
બિઝનેસ

‘આધાર’ ટ્રાન્ઝેક્શનમાં એક મહિનામાં ૫૦ કરોડનો ઉછાળો

આધારના ઉપયોગ દ્વારા ટ્રાન્ઝેક્શનનું વલણ વધી રહ્યું છે. સપ્ટેમ્બરમાં આધારની મદદથી લગભગ ૧૫૦ કરોડ ટ્રાન્ઝેક્શનને અધિકૃત કરવામાં આવ્યા છે, જે ઓગસ્ટમાં આવા ૧૦૦ કરોડ ટ્રાન્ઝેક્શનની તુલનામાં નોંધપાત્ર વૃદ્ધિ દર્શાવે છે.  આધારના ઉપયોગમાં મોટા ઉછાળાને પગલે સરકાર મોબાઇલ એપ દ્વારા ઓથેન્ટિકેશન સર્વિસ વધુ સરળ બનાવવા પ્રેરાઈ છે.એક વરિષ્ઠ સરકારી અધિકારીએ જણાવ્યું હતું કે, આધાર દ્વારા ટ્રાન્ઝેક્શનને અધિકૃત કરવાનો (ઓથેન્ટિકેશન) ટ્રેન્ડ ગયા મહિને ૧૪૮.૩ કરોડની વિક્રમ સપાટીએ પહોંચ્યો હતો અને આ આંકડો દેશની વસતિ કરતાં પણ વધારે છે. એનો અર્થ એ થયો કે, આધાર કાર્ડધારક વિવિધ લાભ મેળવવા મહિનામાં એક કે બે વખતે તેનો ઉપયોગ કરે છે. ઓગસ્ટમાં આધાર દ્વારા ૧૦૩.૬ કરોડ ટ્રાન્ઝેક્શન થયા હતા અને ગયા ડિસેમ્બરમાં તેનો આંકડો માત્ર ૧૭ કરોડ હતો.
દેશના લગભગ ૧૧૮.૫ કરોડ લોકો પાસે આધાર નંબર છે ત્યારે સરકારે તાજેતરમાં લોન્ચ કરેલી મોબાઇલ એપ એમઆધારને ઓટીપી આધારિત તમામ આધાર ઓથેન્ટિકેશન કરવાની મંજૂરી આપી હતી. જેથી લોકો મોબાઇલ ફોનની મદદથી જ આધાર દ્વારા ટ્રાન્ઝેક્શનને અધિકૃત કરી શકે. સપ્ટેમ્બરમાં ઓટીપીનો ઉપયોગ કરીને લગભગ ૩૧ કરોડ ટ્રાન્ઝેક્શન અધિકૃત કરવામાં આવ્યા છે.

Related posts

જિયોની કંપનીનાં ચેરમેન જુગારમાં ૧૦ અબજ રૂપિયા હાર્યાં

aapnugujarat

૧ જુલાઇથી લાગુ થનાર જીએસટી પર આશંકા, સાત રાજ્યોએ બિલ પાસ કર્યું નથી

aapnugujarat

પહેલીવાર ગુજરાતથી કેસર કેરી સીધી USના બજારોમાં પહોંચશે

aapnugujarat

Leave a Comment

UA-96247877-1