Aapnu Gujarat
ગુજરાત

દિયોદરમાં વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો

વૃક્ષો વાવો અને વરસાદ લાવો. આ એક સૂત્ર છે પણ ખરેખર આ સૂત્રને સાર્થક કરવા માટે વૃક્ષારોપણ કરવું જરૂરી છે. વૃક્ષારોપણ માત્ર વૃક્ષ વાવીને ના કરવું જોઈએ પરંતુ વૃક્ષોનો ઉછેર કરવો એ ખુબ મહત્વનું છે તો જ વૃક્ષો વાવો અને વરસાદ લાવો એ સૂત્ર ખરેખર સાર્થક માનવામાં આવશે. વિશ્વમાં દિનપ્રતિદિન વૃક્ષોનું નિકંદન થઈ રહ્યું છે ત્યારે બીજી તરફ અનેક સંસ્થાઓ દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવી રહ્યું છે. દિયોદર ખાતે આવેલ નાઈ સમાજની વાડીમાં દિયોદર લીંબચ યુવા સંગઠન દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે દિયોદર લીંબચ યુવા સંગઠનના સભ્યો હાજર રહ્યા હતા. સંગઠનના સભ્ય દિનેશ નાઈએ જણાવ્યું હતું કે દિયોદર નાઈ સમાજની વાડીમાં આજે સેનજી મહારાજના હવનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ હવન પૂર્ણ થયા બાદ લીંબચ યુવા સંગઠન દિયોદર ના સભ્યો સાથે મળી વૃક્ષોનું વાવેતર કરવામાં કરવામાં આવ્યું હતું.
(તસવીર / અહેવાલ :- રઘુભાઈ નાઈ, દિયોદર)

Related posts

સમાજ એકસંપ થઈને બિનહિંદુ શક્તિઓના કાવતરાઓને નિષ્ફળ બનાવે : ભૈયાજી જોશી

aapnugujarat

भलाभगत की पोल में प्राचीन रणछोडराजी मंदिर में भंडारा

aapnugujarat

ગુજરાતમાં ૧૮૪ સિંહોના મૃત્યુ મુદ્દે હાઈકોર્ટે નોટિસ ફટકારાઈ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1