Aapnu Gujarat
ગુજરાત

ગુજરાતમાં ૧૮૪ સિંહોના મૃત્યુ મુદ્દે હાઈકોર્ટે નોટિસ ફટકારાઈ

ગુજરાત રાજયમાં છેલ્લા બે વર્ષમાં ૧૮૪ સિંહોના મૃત્યુના મામલે ગુજરાત હાઇકોર્ટે દાખલ કરેલી સુઓમોટો પિટિશનમાં આજે ચીફ જસ્ટિસ આર.સુભાષ રેડ્ડી અને જસ્ટિસ વિપુલ એમ.પંચોલીની ખંડપીઠે કેન્દ્ર સરકાર અને રાજય સરકાર સહિતના પક્ષકારોને કારણદર્શક નોટિસો જારી કરી છે. હાઇકોર્ટે બે વર્ષમાં ૧૮૪ સિંહોના મૃત્યુના મામલાને અતિ ગંભીર અને સંવેદનશીલ ગણાવ્યો હતો. સાથે સાથે હાઇકોર્ટે રાજય સરકારને સ્પષ્ટ તાકીદ કરી હતી કે, સરકાર સિંહોના મૃત્યુના સમગ્ર મામલાને સહેજપણ હળવાશથી ના લે. અદાલત આ મુદ્દે ગંભીર છે અને સરકાર પણ તે વાત ધ્યાનમાં રાખે. હાઇકોર્ટે સિંહોના રક્ષણ માટે અત્યારસુધી શું પગલા લેવા અને હાલ અમલમાં રહેલી માર્ગદર્શિકા સહિતના મામલે ત્રણ સપ્તાહમાં વિગતવાર અહેવાલ રજૂ કરવા રાજય સરકાર સહિતના સત્તાવાળાઓને આદેશ કર્યો છે. ગુજરાત રાજયમાં છેલ્લા બે વર્ષમાં ૧૮૪ સિંહોના મૃત્યુ થયા હોવા અંગે રાજય સરકાર દ્વારા ગત તા.૫-૩-૨૦૧૮ના રોજ ગુજરાત વિધાનસભા ગૃહમાં સ્વીકાર કરવામાં આવ્યો હતો. સરકારે સ્વીકાર્યું હતું કે, રાજયમાં છેલ્લા બે વર્ષમાં ૧૮૪ સિંહ, સિંહણ અને સિંહબાળના મોત નીપજયા હતા, જેમાં ૧૫૨ સિંહનો કુદરતી રીતે, ૩૨ સિંહોના અકુદરતી રીતે મૃત્યુ થયા હતા. વર્ષ ૨૦૧૬માં ૧૦૪ અને વર્ષ ૨૦૧૭માં ૮૦ સિંહના મૃત્યુ થયા હતા. વર્ષ ૨૦૧૬ અને ૨૦૧૭ એમ બે વર્ષ મળીને કુલ ૩૨ સિંહ, ૫૭ સિંહણ અને ૬૩ સિંહ બાળના કુદરતી રીતે મોત નોંધાયા હતા, જયારે ૭ સિંહ, ૧૭ સિંહણ અને ૮ સિંહબાળના અકુદરતી મોત નોંધાયા હતા. ગુજરાતમાં છેલ્લા બે વર્ષમાં જ ૧૮૪ સિંહોના મૃત્યુના મામલાને ગંભીરતાથી લઇ ગુજરાત હાઇકોર્ટે સુઓમોટો રિટ દાખલ કરી હતી અને આ કેસમાં કેન્દ્ર સરકાર, રાજય સરકાર સહિતના સંબંધિત પક્ષકારોને નોટિસ જારી કરી હતી. કેસની સુનાવણી દરમ્યાન હાઇકોર્ટે રાજય સરકારને સિંહોના રક્ષણ અને તેની પ્રજાતિના સંવર્ધન માટે કઇ માર્ગદર્શિકા અને પગલાઓ અમલમાં છે અને હાલ શું તાજી સ્થિતિ છે તે સહિતના મુદ્દે પૃચ્છા કરી હતી. હાઇકોર્ટે આ સમગ્ર મામલે રાજય સરકાર સહિતના સત્તાવાળાઓ પાસેથી ત્રણ સપ્તાહમાં જરૂરી અહેવાલ માંગ્યો છે અને કેસની સુનાવણી ત્રણ અઠવાડિયા બાદ મુકરર કરી હતી. છેલ્લા બે વર્ષમાં ૧૮૪થી વધુ સિંહના મોત મુદ્દે ગુજરાત હાઈકોર્ટે ગંભીર નોંધ લીધી છે. એશિયામાં સિંહ માટે એકમાત્ર આવાસ તરીકે ગુજરાતને ગણવામાં આવે છે. વર્ષ ૨૦૧૫ની ગણતરી મુજબ ગુજરાતમાં ૫૨૩ સિંહ હતા. સરકારે અગાઉ રાજ્ય વિધાનસભામાં કહ્યું હતું કે, સિંહના બિનકુદરતી મોત પાછળ ચાર મુખ્ય કારણ રહેલા છે જેમાં માર્ગ અકસ્માતો, વન્ય વિસ્તાર મારફતે પસાર થતાં રેલવે ટ્રેક, નુકસાન થયેલા અથવા તો ખરાબ હાલતમાં રહેલા કુવાઓ અને કૃષિ જમીનની આસપાસ વિજળીની વાડના લીધે સિંહના મોત થયા છે. રાજ્યના વન્ય મંત્રી ગણપત વસાવાએ ગૃહમાં અગાઉ કહ્યું હતું કે, સરકારે વન્ય વિસ્તારમાં કેટલાક ખુલ્લા કુવાની નોંધ લીધી છે. સાથે સાથે અમરેલી જિલ્લા મારફતે પસાર થતાં રેલવે ટ્રેકની આસપાસ વાડ માટેના પગલા લીધા છે. અમરેલી જિલ્લામાં મોટી સંખ્યામાં સિંહ વસતી છે. ઉપરાંત ગીર અભ્યારણ વિસ્તાર મારફતે પસાર થતાં જાહેર રસ્તા પર સ્પીડ બ્રેકર્સ પણ બનાવવામાં આવ્યા છે.

Related posts

તારાપુર – ઉમરવા રોડ પરથી નવજાત બાળકી મળી આવી

aapnugujarat

अब पुलिस हिरासत में से फरार होना इम्पोसिबल होगा

aapnugujarat

અમને તમારા આંકમાં નહીં, રસ્તાઓ સુધારો તેમાં રસ છે : હાઈકોર્ટે અમ્યુકોનો ઉધડો લીધો

aapnugujarat

Leave a Comment

UA-96247877-1