Aapnu Gujarat
ગુજરાત

રૂપાણી સરકારે આપ્યો ૧.૫ કરોડની વેક્સિનનો ઓર્ડર

સમગ્ર દેશમાં કોરોનાનો કહેર જોવા મળી રહ્યો હતો, તેની સાથે સાથે ગુજરાતમાં પણ છેલ્લા ઘણા દિવસોથી કોરોનાના વધી રહેલા આંકડાઓના કારણે રાજ્ય સરકારની ચિંતામાં પણ વધારો થયો હતો. રાજ્યની જનતાને વહેલી તકે રસી આપવામાં આવે તે માટે રૂપાણી સરકાર સતત પ્રયત્નશીલ છે. ગુજરાત સરકારે કોવિશિલ્ડ બનાવતી સિરમ ઇન્સ્ટિટ્યૂટ અને કો-વેકસીનના ૧.૫ કરોડ ડોઝનો ઓર્ડર આપી દીધો છે.
જે ઉપલબ્ધ બનશે એટલે તુરંત જ ૧૮ વર્ષથી ઉપરના તમામ ભાઈ બહેનોને વેક્સિન આપવાનું શરૂ કરવામાં આવશે, ત્યાં સુધીમાં ૧૮ વર્ષથી ઉપરના લોકો પોતાના નામ રજિસ્ટર કરાવી અને નોંધાવી લે તેવી સરકાર દ્વારા યાદી આપવામાં આવી હતી.
મુખ્યમંત્રી રૂપાણી એ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે રજિસ્ટ્રેશન કરાવનારા લોકોને મેસેજ દ્વારા જાણ કરવામાં આવશે ત્યારે તેઓએ વેક્સિન મુકાવી લેવાની રહેશે. જ્યારે હાલમાં ચાલી રહેલા ૪૫ વર્ષથી ઉપરના લોકો ને વેક્સિન આપવાનો કાર્યક્રમ યથાવત રહેશે.આમ રાજ્યમાં ૧૮ વર્ષથી ઉપરના લોકો ને હાલ તરત એક મેથી વેક્સિન નહીં આવે. પરંતુ ટૂંકાગાળામાં વેક્સિનનો પૂરતો જથ્થો ઉપલબ્ધ થાય એટલે વહેલી તકે વેક્સિનેશન કાર્યક્રમ શરૂ કરી દેવામાં આવશે.
મુખ્યમંત્રીએ ગઈકાલે પણ એ અંગે નિર્દેશ આપ્યા હતા કે વેક્સિનનો પૂરતો જથ્થો ઉપલબ્ધ બન્યા પછી ૧૮ વર્ષથી ઉપરના ભાઈ-બહેનોને વ્યક્તિને આપવાનું કામ ઝડપભેર શરૂ કરવામાં આવશે. પૂરતો જથ્થો આવી ગયા બાદ રજીસ્ટ્રેશન થયેલા લોકોને એપોઇન્ટમેન્ટ આપવામાં આવશે જો કે હાલ ૪૫ વર્ષથી ઉપરના લોકો નું વેક્સિનેશન ચાલુ રહેશે.

Related posts

માંડલના નાનાઉભડા ગામના કોટડા વિસ્તારના ૧૫૦ અસરગ્રસ્તોનુ પ્રાથમિક શાળામાં સ્થળાંતર : ફૂડપેકેટ નું વિતરણ કરાયું

aapnugujarat

સગર્ભા અને ધાત્રી માતાઓમાં પોષણ સ્થિતિ સુધારવા પોષણ સુધા યોજના  આશીર્વાદરૂપ : મહિલા બાળ વિકાસ રાજ્યમંત્રી નિર્મલાબેન વાધવાણી

aapnugujarat

વાઈટબ્રન્ટના નામે કરોડોના ધૂમાડાનો ધાનાણીએ કર્યો વિરોધ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1