Aapnu Gujarat
ગુજરાત

અંતિમક્રિયા થઇ મોંઘી

જીવલેણ બનેલા કોરોના વાયરસને કારણે ગુજરાતના મૃત્યુદરમાં વઘારો થયો છે. કોરાના બીમારીની સાથે સાથે ડાયાબિટીસ, કેન્સર, બ્લડ પ્રેશર, હાર્ટએટેક તેમજ અન્ય કોઈ બીમારીથી પીડાતા હોય તેવા લોકોના ટપોટપ મૃત્યુ થઇ રહ્યા છે. જેના કારણે સ્મશાન અને કબ્રસ્તાનોમાં અંતિમક્રિયા માટે લાઈનો લાગી રહી છે અને આના લીધે અંતિમવિધિમાં વપરાતી તમામ વસ્તુઓના ભાવ અત્યંત વધી જતા હવે અંતિમક્રિયા પણ ખુબજ મોંઘી થઇ ગઈ છે.
સ્મ્શાનની બહાર જોવા મળતી ઠાઠડીઓના ભાવમાં એક નહિ, બે નહિ એમ પાંચ ગણો વધારો થયો છે. મંતવ્ય ન્યુઝે આ બાબતે અમદાવાદના જમાલપુર અને વી એસ હોસ્પિટલ પાસેના સ્મ્શાનમાં રિયાલિટી ચેક કરતા જાણવા મળ્યું હતું કે , કોરોનાકાળ પહેલા મૃતદેહને બાળવા માટે ઠાઠડી સહીત સમગ્ર સાધન સામગ્રીનો ખર્ચો ૫૦૦ થી ૭૦૦ રૂપિયા સુધીનો હતો. જોકે, હવે કોરાનાને લીધે અત્યારે ૧૬૦૦થી ૨૫૦૦ સુધીનો ખર્ચ થઇ રહ્યો છે. એટલુંજ નહિ હિન્દૂ ધર્મ પ્રમાણે પરણિત મહિલાના મૃતદેહની અંતિમવિધિનો ખર્ચ થોડોક વધારે થતો હોય છે, જયારે વિધવા મહિલાના મૃતદેહની અંતિમવિધિનો ખર્ચ થોડુંક ઓછું થતું હોય છે. જયારે કોરોનાથી મ્ર્‌ત્યુ પામેલા મૃતદેહનો ખર્ચ પણ ખુબજ વધી ગયો છે. એટલુંજ નહિ, શહેરમાં મૃતદેહને બાળવા માટે લાકડા ખૂટી રહ્યાની અછત સર્જાઈ રહી છે તેમજ શહેરમાં ઠાઠડીની પણ અછત સર્જાતા તેના ભાવોમાં ભારે વધારો થયો છે.
હવે વાત કરીએ મુસ્લિમ કબ્રસ્તાનોની તો, કોરાના કાળને મુસ્લિમ કબ્રસ્તાનોમાં દફન વિધિની સામગ્રીઓમાં નહિવત વધારો થયો છે.આ અંગે મંતવ્ય ન્યુઝે શહેરના બહેરામપુરા વિસ્તારમાં આવેલા બુખારી બાવા કબ્રસ્તાન અને દાણીલીમડામાં આવેલા ગાંજશોહદા કબ્રસ્તાનની રિયાલિટી ચેક કરી હતી. જેમાં કફનનો ખર્ચ , કબર ખોદવાનો ખર્ચ , કબરમાં રાખવામાં આવતા લાકડાનો ખર્ચ વગેરે સામગ્રીના ખર્ચમાં શહેરના ગણ્યા ગાંઠ્યા કબ્રસ્તાનોમાં નજીવો ફેરફાર થયો છે. કોરોના સિવાયની ડેડબોડીની દફનવિધિના ખર્ચમાં નહિવત વધારો થયો છે જયારે કોરોનાથી મ્ર્‌ત્યુ પામેલી ડેડબોડીની કબર ઊંડી ખોદવાની હોવાથી અમુક કબ્રસ્તાનોમાં જેસીબી મશીનનો ઉપયોગ કરાતો હોય છે તેથી તેનો ચાર્જ અલગથી વસુલવામાં આવે છે. અને આ જ ચાર્જમાં થોડોક વધારો થયો છે. આમ, દફનવિધિની પાછળ મોટાભાગના શહેરના તમામ કબ્રસ્થાનોમાં સરેરાશ ૨૫૦૦થી ૩૦૦૦ સુધીનો ખર્ચ થઇ રહ્યો છે.
કોરોનાએ જીવતા લોકોને તો હેરાન કર્યું જ છે હવે મૃતદેહોની ફૅજેતી પણ એટલી જ વધારી દીધી છે. કારણકે, શહેરમાં દફનવિધિ હોય કે અંતિમ વિધિ હોય તમામમાં મૃતદેહોની સંખ્યા વધારે હોવાથી તેમાં મોટી મોટી લાઈનો લાગી રહી છે, જેના કારણે મૃતકોના પરિવારજનોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે.

Related posts

ચીખલી તાલુકામાં ૫ મે સુધી સ્વૈચ્છિક લૉકડાઉન

editor

ઈડર ગઢ વિસ્તાર પાસેના રહેણાંક વિસ્તારમાં દીપડો દેખાતા દોડધામ

aapnugujarat

વસ્ત્રાલથી એપરલ પાર્કની વચ્ચે વર્ષના અંતે મેટ્રો દોડતી કરાશે : નાયબ મુખ્યપ્રધાન

aapnugujarat

Leave a Comment

UA-96247877-1