Aapnu Gujarat
ગુજરાત

ઈડર ગઢ વિસ્તાર પાસેના રહેણાંક વિસ્તારમાં દીપડો દેખાતા દોડધામ

સાબરકાંઠા જિલ્લાના ઇડર દિપડા બાબતે વારંવાર પ્રકાશમાં આવે છે. અગાઉ પણ ગઢ વિસ્તારની રહેણાંક સોસાયટીઓમાં દીપડો દેખાતા સ્થાનિક લોકોમાં ભયનો માહોલ પેદા થયો હતો. બે દિવસ પહેલા રાત્રિના સમયમાં ઈડર ગઢ પાસે રહેણાંક વિસ્તારમાં દીપડો જોવા મળ્યો હતો. સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ જોવા મળી હતી અને વનવિભાગે દીપડા ના પગના નિશાન લઈ આગળની કાર્યવાહી હાથ ધરી હતી. તાત્કાલિક તંત્ર દ્વારા તકેદારીના ભાગરૂપે એક મારણ સાથે દીપડો પકડવા માટેનું પાંજરૂ મૂકી દેવામાં આવ્યું હતું
ઈડર ડુંગર વિસ્તારમાંથી વારંવાર દીપડાઓ રહેણાંક વિસ્તારમાં આવી પહોંચે છે, લોકો દ્વારા એવું માનવામાં આવે છે કે છેલ્લા કેટલાય સમયથી ખનન માફિયાઓ દ્વારા ઈડરીયા ગઢમાંથી પથ્થરો તોડી મોટાપાયે ગેરકાયદેસર ધંધો ચાલુ કર્યું છે જે અનુસંધાને સ્થાનિક લોકો અને પ્રકૃતિ પ્રેમીઓ દ્વારા સરકારને પણ વારંવાર રેલી સ્વરૂપે આવેદનપત્ર આપવામાં આવ્યા છે. હવે જો ઈડરીયા ગઢ ઉપર ખનન માફિયાઓ દ્વારા જો આ જ રીતે ખનન કરવામાં આવશે તો વન્ય પ્રાણીઓ અને માણસો એક સાથે રહેવાની નૌબત આવશે. વધુમાં ઈડર ઈડરીયા ગઢ ઉપર પ્રાચીન વૃક્ષોનું પણ નિકંદન કરવામાં આવી રહ્યું છે જેથી વન્ય પ્રાણીઓને પણ જીવન જીવવામાં ઘણી બધી મુશ્કેલીઓ નો સામનો કરવો પડે છે. હવે જો સરકાર દ્વારા આવા ખનન માફિયા ઉપર લગામ નહીં રાખે તો આવનારા સમયમાં ઈડરીયા ગઢ અસ્તિત્વ ઉપર સવાલો ઉઠશે તેવુ લોકમુખે ચર્ચાઈ રહ્યું છે.હવે જોવું રહ્યું કે ઈડરિયો ગઢ બચાવવા અને વન્યપ્રાણીઓ બચાવવા સરકાર ક્યારે સફળ બનશે તે જોવું રહ્યું.
(અહેવાલ :- દિગેશ કડિયા, હિંમતનગર)

Related posts

સાબરમતી જેલનાં કેદીઓ ગણેશ મૂર્તિ બનાવવામાં વ્યસ્ત

aapnugujarat

वीएस अस्पताल के सुप्रिटेन्डेन्ट को सस्पेन्ड करने ट्रस्टियो द्वारा मांग हुई

aapnugujarat

વિરમગામમાં યુવતી પર પાંચ નરાધમોએ આચર્યુ દુષ્કર્મ

editor

Leave a Comment

UA-96247877-1