Aapnu Gujarat
ગુજરાત

ચીખલી તાલુકામાં ૫ મે સુધી સ્વૈચ્છિક લૉકડાઉન

નવસારી જિલ્લામાં સતત વધી રહેલા કોરોના સંક્રમણને રોકવા માટે લૉકડાઉન જ એક વિકલ્પ બચ્યો હોવાનું લોકો માની રહ્યા છે. વાંસદા તાલુકા બાદ હવે ચીખલી તાલુકામાં પણ ૨૮ એપ્રિલથી ૫ મે સુધી સંપૂર્ણ સ્વૈચ્છિક લૉકડાઉન કરવાનો નિર્ણય લેવાયો હતો. મંગળવારે ચીખલી તાલુકા પંચાયતમાં તંત્રના અધિકારીઓ અને તાલુકાના આગેવાનોની યોજાયેલી બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો હતો. જોકે, લૉકડાઉન દરમિયાન આવશ્યક ચીજવસ્તુઓને છૂટ આપવામાં આવી છે. જિલ્લામાં દિવસે દિવસેને કોરોનાના કેસ વધતા ગ્રામ પંચાયતો પણ સ્વૈચ્છિક બંધ કરવાની તૈયારી દર્શાવી રહી છે. તેવામાં વાંસદા તાલુકાને અઠવાડિયા માટે બંધ કરવામાં આવ્યો હતો. તે જ પ્રમાણે હવે ચીખલી તાલુકામાં પણ ૨૮ એપ્રિલથી ૫ મે સુધી સ્વૈચ્છિક લૉકડાઉન જાહેર કરવામાં આવ્યું છે.
ચીખલી તાલુકા પંચાયતમાં તાલુકા વિકાસ અધિકારી અને તાલુકા પંચાયતના પ્રમુખની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં ચીખલીના વેપારી મંડળના આગેવાનો તેમજ તાલુકાના આગેવાનો સાથે ચર્ચા-વિચારણા બાદ તાલુકામાં અઠવાડિયાનું સંપૂર્ણ સ્વૈચ્છિક લોકડાઉન લગાડવામાં આવ્યું છે. જોકે, લૉકડાઉનમાં શાકભાજી, દૂધ અને મેડિકલ જેવી આવશ્યક ચીજ-વસ્તુઓનની દુકાનોને છૂટ આપવામાં આવી છે. સ્વૈચ્છિક લૉકડાઉનની મદદથી કોરોનાના વધતા સંક્રમણને રોકી શકવાની આશા તાલુકાના આગેવાનો અને અધિકારીઓ સેવી રહ્યા છે.

Related posts

आज मोदी रिवरफ्रन्ट पर जनता को संबोधित करेंगे

aapnugujarat

શાકભાજીનું વાવેતર કરનારા ખેડૂતોને મજૂરીનો ખર્ચ મેળવવામાં ફાંફા

aapnugujarat

ડભોઈ તાલુકામાં ૧૦૦ જવાનોએ કોરોના રસી મૂકાવી

editor

Leave a Comment

UA-96247877-1