Aapnu Gujarat
બ્લોગ

ઇમ્યુનિટી વધારવા નારંગી અને મોસંબીની માંગમાં વધારો

કોરોના સામે લડવા માટે ઇમ્યુનિટી વધારવાની જરૂર છે અને તેના માટે વિટામીન સી ખુબ જરૂરી છે મોસંબી અને નારંગીમાં વિટામીન સી પુષ્કળ પ્રમાણમાં હોય છે જેના લીધે નારંગી એને મોસંબીની માગમાં અચાનક વધારો જોવા મળ્યો છે. જેના પગલે જૂનાગઢ યાર્ડમાં પ્રતિદિન ૩ હજાર જેટલા બોક્સની આવક થઈ રહી છે. સામાન્ય સંજોગોમાં આટલા બોક્સની આવક જૂનાગઢમાં ક્યારેય જોવા મળી નથી પરંતુ જે પ્રમાણે સંક્રમણ વધી રહ્યું છે, તેવી પરિસ્થિતિમાં નારંગી અને મોસંબીની માગ પુષ્કળ પ્રમાણમાં વધી રહી છે
અગાઉના વર્ષોમાં આ સમય દરમ્યાન જૂનાગઢમાં પ્રતિદિન ૧૦૦થી ૨૦૦ સંતરા, નારંગી અને મોસંબીના બોક્સની આવક જોવા મળતી હતી, પરંતુ આ વર્ષે કોરોના સંક્રમણના લીધે નારંગી અને મોસંબીની માંગ વધી છે. જેના કારણે પ્રતિદિન ૨૦૦ બોક્સની જગ્યા પર ૩ હજાર બોક્સ પણ જૂનાગઢ માર્કેટિંગ યાર્ડમાં ખૂટી પડે છે. સતત વધતી માગને પગલે આગામી દિવસોમાં મોસંબી અને નારંગીની આવક વધી શકે છે. જેના માટે એપ્રિલ-મે મહિનાના સમયમાં જૂનાગઢ માર્કેટિંગ યાર્ડમાં સામાન્ય દિવસોમાં કેરીની પુષ્કળ આવક થતી હોય છે. ત્યારે આ વર્ષે બિલકુલ વિપરીત દ્રશ્યો સામે આવી રહ્યા છે અને કેરીની જગ્યાએ મોસંબી,અને નારંગીની માગ વધતા તેની પુષ્કળ પ્રમાણમાં આવક થઈ રહી છે

Related posts

नये भारत का संदेश : न्यूजप्रिन्ट पर ड्युटी और ओन ड्युटी पत्रकारो को नो एन्ट्री..!

aapnugujarat

બોલીવુડમાં હવે ખાન ત્રિપુટીની ચમક ઝંખવાઇ

aapnugujarat

શ્રીમાન સાંસદો હવે તો જાગો મંત્રી મેનકાજી જગાડી રહ્યા છે…!!?

aapnugujarat

Leave a Comment

UA-96247877-1