Aapnu Gujarat
ગુજરાત

ગુજરાત કોંગ્રેસના પ્રભારી રાજીવ સાતવ વેન્ટિલેટર પર

ગુજરાત સહિત સમગ્ર ભારતમાં કોરોના વાયરસ હાહાકાર મચાવી રહ્યો છે. ત્યારે ભાજપ અને કોંગ્રેસના અનેક નેતાઓ કોરોના સંક્રમિત થયા બાદ આજે એક મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે. ગુજરાત કોંગ્રેસના પ્રભારીની કોરોનામાં તબિયત અચાનક લથડી છે. ગુજરાત કોંગ્રેસ પ્રભારી રાજીવ સાતવની તબિયત લથડતા તેમને પુનાની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાયા છે. જાણવા મળી રહ્યું છે કે રાજીવ સાતવને શ્વાસ લેવામાં તકલીફ પડતી હોવાની ફરિયાદ હતી. કોરોના સંક્રમિત થયા બાદ તેઓ હોમ આઈસોલેટ હતા.
આ વિશે મળતી માહિતી પ્રમાણે ગુજરાત કોંગ્રેસના પ્રભારી રાજીવ સાતવને કોરોનામાં તબિયત લથડી હોવાની માહિતી મળી રહી છે. કોંગ્રેસ નેતા રાજીવ સાતવને શ્વાસ લેવામાં તકલીફ પડતા તેમને તાત્કાલિક વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા છે. તેઓ પૂણેની જહાંગીર હોસ્પિટલમાં કોરોનાની સારવાર ચાલી રહી છે. કોરોના સંક્રમિત થતા તેમને હોમ આઈસોલેટમાંથી હોસ્પિટલમાં દાખલ કરાયા હતા
દેશમાં જીવલેણ કોરોના વાયરસનો કહેર વધ્યો છે, ત્યારે આ ઘાતક વાયરસની ઝપેટમાં નેતાઓ પણ આવી રહ્યા છે. બીજી તરફ ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રભારી રાજીવ સાતવ કોરોના પોઝિટીવ થયા બાદ તેઓ સારવાર હેઠળ હતા, બીજી તરફ અહેવાલ પ્રાપ્ત થઈ રહ્યા છે કે કોંગ્રેસના પ્રભારી રાજીવ સાતવની તબિયત અચાનક લથડી છે.
હાલ તેઓ વેન્ટીલેટર પર છે. મહારાષ્ટ્રના પૂણેમાં ખાનગી હોસ્પિટલમાં તેમની કોરોનાની સારવાર ચાલી રહી છે. રાજીવ સાતવ ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રભારી ઉપરાંત મહારાષ્ટ્રના દિગ્ગજ નેતા છે.

Related posts

લીંબડીના પાંદરી ખાતે વિધવા સહાય માટેના હુકમ અર્પણ

editor

ડભોઈ કોંગ્રેસે ખેડૂત વિરોદ કાયદાની હોળી કરી

editor

સૌરાષ્ટ્રના વિવિધ ભાગોમાં બીજા દિવસેય વરસાદ : અમદાવાદમાં પણ વરસાદની ધીમી ધારે શરૂઆત

aapnugujarat

Leave a Comment

UA-96247877-1