Aapnu Gujarat
ગુજરાત

ડભોઈ કોંગ્રેસે ખેડૂત વિરોદ કાયદાની હોળી કરી

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના આદેશ અનુસાર સમગ્ર ગુજરાતના દરેક તાલુકા અને જિલ્લામાં કેન્દ્ર સરકારે તાજેતરમાં પસાર કરેલ ખેડૂત વિરોધી કાયદાની હોળી કરી વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે તે મુજબ ડભોઇ શહેર – તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા આજરોજ બપોરના ૧૨ઃ૩૦ કલાકે આંબેડકર ચોકમાં કોંગ્રેસના વિવિધ હોદ્દેદારો અને કાર્યકરોની હાજરીમાં આ કાયદાની હોળી કરવામાં આવી હતી અને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. કોંગ્રેસનું કહેવું છે કે ભાજપની કેન્દ્ર સરકારની ખેડૂત વિરોધી નીતિ અને નિર્ણયના કારણે ગુજરાત અને સમગ્ર દેશના ખેડૂતો હાલાકી ભોગવી રહ્યા છે. ભાજપની કેન્દ્ર સરકારે ખેડૂતો વિરુદ્ધ ૩ કાળા કાયદા પસાર કરી ભારતના અન્નદાતોને મરણતોલ ફટકો માર્યો છે. આ સમગ્ર બાબતને લઈ ભારતભરમાં ભારે આક્રોશ પ્રવર્તી રહ્યો છે અને ખેડૂતો દ્વારા છેલ્લાં કેટલાંય દિવસથી દેશની રાજધાની દિલ્હીમાં વિરોધ કરી રહ્યા છે અને ખેડૂતોનાં આ અહિંસક આંદોલનમાં કેટલાય ખેડૂતોએ પોતાનો જીવ ગુમાવ્યો છે જે અનુસંધાને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના આદેશ અનુસાર ડભોઇ શહેર અને તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા ડભોઇના આંબેડકર ચોક ખાતે આ કાયદાની કોંગ્રેસ અગ્રણી કાર્યકરોની હાજરીમાં હોળી કરવામાં આવી હતી અને વિરોધ પ્રદર્શન કરી ખેડૂતોના સમર્થનમાં સુત્રોચ્ચાર કરી આ કાયદાઓનો વિરોધ કરવામાં આવ્યો હતો. કાર્યક્રમમાં ડભોઇ તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ ભુપેન્દ્રભાઈ પટેલ તેમજ શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ ડો. જીમિત ઠાકર સહિત કોંગ્રેસના અગ્રણીઓ અને કાર્યકરો હાજર રહ્યાં હતાં.


(તસવીર / વિડિયો / અહેવાલ :- વિકાસ ચતુર્વદી, ડભોઈ)

Related posts

વિરમગામમા નીકળનાર રથયાત્રાના આયોજન માટે નાયબ કલેક્ટરની અધ્યક્ષતામા શાંતિ સમિતિની બેઠક યોજાઇ

aapnugujarat

વિશ્વ મેલેરિયા દિવસ અંતર્ગત વિરમગામમાં પોરાનાશક કામગીરી સફળતાપૂર્વક કરાઈ

aapnugujarat

રસિકલાલ હત્યા પ્રકરણમાં આરોપી હત્યારો અંતે જબ્બે

aapnugujarat

Leave a Comment

UA-96247877-1