Aapnu Gujarat
ગુજરાત

માંડલમાં ભાજપના આગેવાનોએ સાત પગલા ખેડૂત કાર્યક્રમ નિહાળ્યો

આજે સ્વ.અટલ બિહારી વાજપેયીજીના જન્મદિવસ નિમિત્તે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા સુશાસન દિવસની ઉજવણીના ભાગરૂપે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત સાત પગલાં ખેડૂત કાર્યક્રમ ઈ-વિડીયો કોન્ફરન્સના માધ્યમથી યોજાયો. આ કાર્યક્રમમાં માંડલ મેઘમણી સંસ્કાર ધામ ખાતે એલિસબ્રિજના ધારાસભ્ય રાકેશ શાહ, અમદાવાદ ગ્રામ્ય ખેતી નિયામક, આરોગ્ય અધિકારી, ભાજપના મહામંત્રી પસાભાઈ જાદવ, અમદાવાદ જિલ્લા બક્ષી પંચ મોરચા પ્રમુખ મહેશભાઈ ચાવડા સહિત ભાજપ સંગઠનના અનેક આગેવાનો, કાર્યકરો, માંડલ મામલતદાર જી.એસ.ગૌસ્વામી, માંડલ તાલુકા વિકાસ અધિકારી એસ.એલ.નીસરતા તેમજ મોટી સંખ્યામાં ખેડૂતો,પશુપાલકો ઉપસ્થિત રહ્યાં હતાં. આ પ્રસંગે એલિસબ્રિજના ધારાસભ્ય રાકેશ શાહે સુશાસન દિવસની ઉજવણી પર માંડલ ખાતેથી ખેડૂત યોજના અને સરકારની કામગીરી અંગે ઉદબોધન કર્યું હતું. આ પ્રસંગે ગુજરાતના મુખ્યમંત્રી દ્વારા વિડીયો કોન્ફરન્સના માધ્યમથી પ્રવચન અને સાધન સહાય કાર્યક્રમ પણ યોજાયો હતો. આ કાર્યક્રમ અંતર્ગત નવી દિલ્હીથી પ્રધાનમંત્રીએ પણ વિડિયો કોન્ફરન્સના માધ્યમથી દેશના કરોડો ખેડૂતો સાથે સંવાદ કરી ખેડૂતલક્ષી, રાષ્ટ્રલક્ષી ઉદબોધન કર્યું હતું જેમાં પી.એમ. મોદીએ દેશના ખેડૂતોને કૃષિ બિલની સમજ આપી તથા સરકાર વિરોધી પાર્ટીઓ પર આકરા પ્રહાર કર્યાં હતાં.


(તસવીર / વિડિયો / અહેવાલ :- રાજુ પંચાલ, માંડલ)

Related posts

મેલબોર્નમાં ગુજરાતી યુવકની હત્યા

aapnugujarat

“બીબીબીપી કાર્યક્રમ”ની અમદાવાદ જીલ્લામાં ઉત્કૃષ્ઠ કામગીરી બદલ નરેન્દ્રસિંહ રાઠોડને સન્માનિત કરાયા

aapnugujarat

ડૉ. આંબેડકર દલિત પરિષદ આયોજિત જાહેર ચર્ચા-સભા યોજાઈ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1