Aapnu Gujarat
શિક્ષણ

રાજ્યની સ્કૂલોમાં ૩ મેથી ઉનાળુ વેકેશન

કોરોના વાયરસના કારણે ગુજરાતની તમામ સ્કૂલો બંધ છે અને શૈક્ષણિક કાર્ય ઓન-લાઈન કરવામાં આવી રહ્યું છે. હવે સરકાર દ્વારા સ્કૂલોમાં ઉનાળુ વેકેશનની જાહેરાત કરવામાં આવી છે. રાજ્યની તમામ સ્કૂલોમાં ૩ મેથી ઉનાળુ વેકેશન જાહેર કરવામાં આવ્યું છે. જ્યારે ૭ જૂનથી સ્કૂલોના નવા સત્રનો પ્રારંભ થશે.
શિક્ષણ વિભાગના જાહેરનામામાં જણાવવામાં આવ્યું છે કે, અગાઉ રાજયની પ્રાથમિક તેમજ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં નવું શૈક્ષણિક વર્ષ એપ્રિલ મહિનાથી શરૂ કરવાનું નક્કી કરવામાં આવ્યું હતું. જોકે, વર્તમાન કોરોના વાયરસની પ્રવર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને તેમાં ફેરફાર કરવામાં આવ્યો છે.
રાજ્યની તમામ સ્કૂલોમાં નવું શૈક્ષણિક વર્ષ એપ્રિલ મહિનાથી શરૂ કરવાનું હતું પરંતુ કોરોનાથી ઊભી થયેલી પરિસ્થિતિને જોતા હવે નવું શૈક્ષણિક વર્ષ ઉનાળુ વેકેશન પુરૂ થયા બાદ જ શરૂ કરવાનું રહેશે. ૩મેથી ૬ જૂન સુધી સ્કૂલોમાં ઉનાળુ વેકેશન જાહેર કરવામાં આવે છે.
જાહેરનામામાં કહેવામાં આવ્યું છે કે, કોવિડ રોગચાળામાં રાજ્યની સરકારી અને ખાનગી પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક સ્કૂલોના શૈક્ષણિક અને બિનશૈક્ષણિક કર્મચારીઓ કે અધિકારીઓને કોઈ કામગીરી સોંપવામાં આવેલી ન હોય તેમણે સ્કૂલોમાં આવવાનું રહેશે નહીં. જોકે, રાજ્ય અથવા સ્થાનિક તંત્ર દ્વારા જેમને કોઈ કામગીરી સોંપવામાં આવે તો તેમણે તમામ સૂચનાઓનું પાલન કરવાનું રહેશે. જ્યારે ખાનગી સ્કૂલો (સ્વનિર્ભર સ્કૂલો)ના શૈક્ષણિક અને બિનશૈક્ષણિક કર્મચારીઓને સ્કૂલોમાં જવામાંથી મુક્તિ આપવામાં આવી છે.

Related posts

शिक्षा पाठ्यक्रम में जीएसटी को शामिल किया जाय : कैट

aapnugujarat

જેઇઇ : ૧.૬૦ લાખ વિદ્યાર્થી દ્વારા રજિસ્ટ્રેશન કરાવ્યું

aapnugujarat

सत्र शुरू होने के दो महीने बाद ITI का दूसरा राउन्ड

aapnugujarat

Leave a Comment

UA-96247877-1