Aapnu Gujarat
Uncategorized

ઘરમાં કોઈનું મૃત્યુ થાય તો કાંધ આપવા સગાઓ પણ નથી ફરકતા

કોરોનાની આ મહામારીએ અમદાવાદમાં રૌદ્ર રૂપ ધારણ કર્યું છે. રોજના નવા કેસનો આંકડો ૫૦૦૦ને પાર કરી ગયો છે. શહેરના ઘણા ઘરોમાં એક વ્યક્તિના સંક્રમિત થયા બાદ આખો પરિવાર કોરોનાગ્રસ્ત થતો હોવાના મામલા સામે આવી રહ્યા છે. એવામાં ગંભીર દર્દી માટે હોમક્વોરન્ટાઈન કોરોનાગ્રસ્ત વ્યક્તિને હોસ્પિટલથી લઈને દવાઓ લાવવા સુધીના ધક્કા કરવા પડતા હોય છે. સ્થિતિ એવી થઈ છે કે જો ઘરમાંથી કોઈ સ્વજનનું મૃત્યુ થાય તો કાંધ આપવા માટે પણ સગાં નથી આવતા. પરિણામે પૈસા આપીને કાંધિયા રાખવા પડી રહ્યા છે.
શહેરના થલતેજમાં આવેલા સ્મશાનમાં એક મહિલાનું મૃત્યુ થતા શબવાહિનીમાં મૃતદેહની અંતિમક્રિયા કરવા પતિ અને દીકરી બે લોકો જ આવ્યા હતા. આવા સંકટના સમયે કોરોનાના સંક્રમણથી સ્વજનો પણ આવતા ગભરાય છે. એવામાં કોઈના ખભે માથું મૂકીને રડી શકાય તેવા સ્વજનો પણ સાથે ન હોવાના કિસ્સાઓ સામે આવી રહ્યા છે. જ્યારે કેટલાક કિસ્સાઓમાં અન્ય સ્વજનો કોરોનાગ્રસ્ત હોવાથી શરીરમાં નબળાઈના લીધે કાંધ આપી શકે તેવી પણ સ્થિતિમાં ન હોવાથી પૈસા આપીને કાંધિયા બોલાવવા પડે તેવા મામલા પણ સામે આવી રહ્યા છે.
બીજી તરફ ઘરમાં એક સાથે બધા સભ્યો કોરોના સંક્રમિત આવતા જો કોઈ એકની સ્થિતિ બગડે તો કોરોના સંક્રમિત હોમ ક્વોરન્ટીન દર્દીને નિયમ તોડીને તેના માટે દોડા-દોડ કરવી પડતી હોય છે. એવામાં તેમની સ્થિતિ પણ ગંભીર થઈ શકે છે, સાથે અન્ય લોકોમાં પણ કોરોનાનું સંક્રમણ ફેલાવવાનું જોખમ રહેતું હોય છે.

Related posts

કંથારિયામાં ૪૨ વર્ષીય પુરુષ કોરોનાની ચપેટમાં

editor

રાધનપુરમાં ઘર થી વિખુટા પડેલ માનસિક તકલીફ વાળા યુવાનનો સ્વજનો સાથે મિલાપ

editor

કાલુપુર રેલવે સ્ટેશન પર માર્ચમાં મુસાફરોની સંખ્યામાં ૫૦%નો ઘટાડો

editor

Leave a Comment

UA-96247877-1