Aapnu Gujarat
Uncategorized

રાધનપુરમાં ઘર થી વિખુટા પડેલ માનસિક તકલીફ વાળા યુવાનનો સ્વજનો સાથે મિલાપ

રાધનપુર પોલીસ અને સેવા ભાવિ લોકો દ્વારા ઘર થી વિખુટા પડેલ માનસિક તકલીફ વાળા યુવાનને  સ્વજનો થી મળાવવામાં આવ્યો.સોહનલાલ હરિરામ ગોદારા, ગામ સોનડી તાલુકા સેડવા. જિલ્લા બાડમેર થી 7 ફેબ્રુઆરીના રોજ  દવા લેવા ડીસા મુકામે ગયેલ માનસિક તકલીફના કારણે ભૂલા પડી જતાં અને ત્યાર બાદ તેનો મોબાઈલ બંધ આવેલો મોબાઈલનું છેલ્લું લોકેશન તપાસ કરાવતાં રાધનપુરનું આવેલ, ત્યારબાદ તેમના ભાઈઓ અને સ્વજનો રાધનપુર મુકામે બે દિવસ રોકાઈ શોધખોળ  પણ કરી હતી પણ યુવાન મળી આવેલ નહિ ત્યારબાદ રાધનપુરના અમરજીવન સમર્પણના સદસ્ય હરેશભાઇ ઠક્કરને ભાવેશભાઈ ઠાકોર સાહેબ દ્વારા મેસેજ મળેલ કે રાધનપુરમાં રેલ્વે વિસ્તારમાં એક મારવાડી ભાસા બોલતો ઈસમ ફરી રહેલ છે

.તેને પોલીસ સ્ટેશનમાં લાવી પોલીસ સ્ટાફ લાખાજી ભાઈ,તથા પ્રતાપસિંહ, અને હેતુભા દરબાર કાઉસીનિંગ કરતા આ સોહનલાલ ને તેના સ્વજનો દ્વારા હરેશભાઇને આપેલા નંબર દ્વારા વાત ચીત કરતાં તે અસ્થિર મગજનો યુવાન રાજસ્થાનનો હોઈ પોલીસ અને સેવા ભાવિ લોકો દ્વારા મોડી રાત્રે સ્વજનો ને સુપ્રત કરેલ,રાધનપુર પોલીસ અને સેવાભાવી હરેશભાઇ દ્વારા અત્યાર સુધી વિખુટા પડેલ કેટલાય લોકો ઘર સુધી પહોંચાડેલ છે.

Related posts

સનખડા ગામ વિકાસથી વંચિત

aapnugujarat

પાવીજેતપુર મુસ્લિમ સમાજ દ્વારા લોકડાઉન દરમિયાન ગરીબોને ૫૫૦ કીટનું વિતરણ..

aapnugujarat

સોમનાથ તીર્થમાં માસિક શિવરાત્રિ નિમિત્તે જ્યોતપૂજન-મહાપૂજન-મહાઆરતી યોજાયા..

aapnugujarat

Leave a Comment

UA-96247877-1