Aapnu Gujarat
Uncategorized

પાવીજેતપુર મુસ્લિમ સમાજ દ્વારા લોકડાઉન દરમિયાન ગરીબોને ૫૫૦ કીટનું વિતરણ..

પાવીજેતપુર મુસ્લિમ સમાજ દ્વારા લોકડાઉન દરમિયાન ગરીબોને ૫૫૦ કીટનું વિતરણ..

      પાવીજેતપુરમાં ૨૧ દિવસનાં લોક ડાઉન દરમિયાન અટવાયેલા ગરીબ પરિવારોને પાવીજેતપુર સમાજ દ્વારા ૫૫૦ કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું.
      સમગ્ર વિશ્વમાં કોરોના વાયરસે માજા મુકી છે ત્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશમાં ૨૧ દિવસનું લોક ડાઉન જાહેર કર્યું છે. તેવા સમયે રોજેરોજ ધંધો કરી પેટીયુ રળતા ગરીબ પરિવારોને પોતાનું ગુજરાન ચલાવું અઘરું થઈ ગયું છે. ત્યારે આવા કપરા સમયે પાવીજેતપુર મુસ્લિમ સમાજના અગ્રણીઓ ભેગા થઈ નગરમાં સર્વે કરી જે ગરીબ છે અને જરૂરિયાત મંદ છે તેઓને જીવન જરૂરિયાતની ચીજ-વસ્તુઓની કીટ મળે તેવું આયોજન કરવામાં આવ્યું હતું.
     સમગ્ર નગરમાં દરેક ગરીબ જરૂરીયાત મંદ પરિવારને આ કિટ પહોંચે તે માટે મુસ્લિમ સમાજ દ્વારા ચાર ટીમો પાડી અલગ-અલગ વિસ્તારમાં ૫૫૦ જેટલી કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. જે કિટમાં દાળ ,ચોખા, ખાંડ, મકાઈનો લોટ ,તેલ વગેરે જીવન જરૂરિયાત ની દરેક વસ્તુ નો સમાવેશ કરવામાં આવ્યો હતો. જે વિસ્તારમાં કીટો ભરેલી ગાડી  પહોંચતી ત્યારે કેટલાક  અન્ય બાકી રહી ગયેલા પરિવારના સભ્યો આવીને કહેતા હોય ત્યારે તેઓનું પણ નામ નોંધી લેવામાં આવતું હતું .ફરી સર્વે કરી અને વધુ કીટ વિતરણ કરવામાં આવશે તેમ મુસ્લિમ સમાજના અગ્રણીઓ દ્વારા જણાવવામાં આવ્યું હતું.
    આમ ,સમગ્ર પાવીજેતપુર મુસ્લિમ સમાજ દ્વારા ૨૧ દિવસના લોક ડાઉન દરમિયાન ગરીબ તેમજ અત્યંત ગરીબ એવા પરિવારોને જીવન જરૂરિયાત ની વસ્તુઓ વાળી ૫૫૦ કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું.

ફોટો લાઈન :- પાવીજેતપુર મુસ્લિમ સમાજ દ્વારા અટવાયેલા ગરીબ પરિવારોને ૫૫૦ કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું જે તસવીરમાં નજરે પડે છે.

ઇમરાન સિંધી.. પાવીજેતપુર

Related posts

રાજ્યનાં દક્ષિણ દ્વારે મેઘરાજી એન્ટ્રી

editor

सोना चार सप्ताह के निचले स्तर पर

aapnugujarat

માલ્યા સામે ઇડી કાર્યવાહી પર પ્રતિબંધનો ઇન્કાર

aapnugujarat

Leave a Comment

UA-96247877-1