Aapnu Gujarat
રમતગમત

મહારાષ્ટ્રમાં લોકડાઉન લાગે તો IPL મેચ ત્યાં જ રમાશે : ગાંગુલી

આઇપીએલ-૨૦૨૧ની શરૂઆતને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે. પરંતુ કોરોના વાયરસના કેસ સતત વધતા ટી-૨૦ લીગના આયોજનમાં ફેરફાર થાય તેને લઇ ચર્ચા હતી. પરંતુ હવે બીસીસીઆઇ અધ્યક્ષ સૌરવ ગાંગુલીએ તેને લઇ સ્પષ્ટતા કરી છે. તેમણે કહ્યું, મહારાષ્ટ્રમાં જો લોકડાઉન લાગે છે તો પણ મેચ ત્યાં જ રમાશે. ટી-૨૦ લીગની શરૂઆત ૭ એપ્રિલથી થઇ રહી છે અને મુંબઇમાં ૧૦ મેચ રમાવાની છે.
સૌરવ ગાંગુલીએ કહ્યું,’લોકડાઉન થશે તો તે સારૂ થશે કારણ કે ત્યારે આસપાસ વધારે લોકો નહીં હોય. માત્ર લોકો પર જ ધ્યાન આપવું પડશે. જેઓ બાયો બબલમાં છે. તેમનું સતત ટેસ્ટિંગ પણ થઇ રહ્યું છે.’ તેમણે કહ્યું, જ્યારે તમે બાયો બબલમાં જતા રહેશો તો કંઇ થશે નહીં. ગત વર્ષે યૂએઇમાં પણ ટૂર્નામેન્ટ શરૂ થાય તે પહેલા આવી જ કેટલીક ઘટનાઓ બની હતી. એકવાર ટૂર્નામેન્ટ શરૂ થઇ જશે તો તમામ વસ્તુઓ આપમેળે ઠીક થઇ જશે. ગત ૨૪ કલાકમાં મુંબઇમાં લગભગ ૯ હજાર કોરોના કેસ આવ્યા છે.
પૂર્વ ભારતીય કેપ્ટન સૌરવ ગાંગુલીએ કહ્યું કે, લોકડાઉનથી કોઇ મુશ્કેલી નથી. સરકાર તરફતી મેચનું આયોજન કરવા માટે પરમિશન મળેલી છે. મુંબઇમાં ૧૦થી ૨૫ એપ્રિલ વચ્ચે માત્ર ૧૦ મેચો રમાવાની છે. બાયો બબલમાં કોઇ પણ પ્રકારની મુશ્કેલી નથી આવતી. અમારૂ ખુબ જ સુરક્ષિત સેટઅપ છે. જ્યાં ખેલાડી અને સપોર્ટ સ્ટાફ સંપૂર્ણ રીતે સુરક્ષિત છે. ચાર ટીમોને પોતાની શરૂઆતની મેચ મુંબઇમાં રમવાની છે. જેમા ચેન્નાઇ સુપર કિંગ્સ, દિલ્હી કેપિટલ્સ, પંજાબ કિંગ્સ અને રાજસ્થાન રોયલ્સ છે.

Related posts

ન્યુઝીલેન્ડના ૯ વિકેટે ૪૪૭ રન :ગ્રાન્ડહોમની સદી

aapnugujarat

ટેસ્ટ ક્રિકેટ માટે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપની જરૂર હતી : કોહલી

aapnugujarat

વર્લ્ડકપમાં હાર્દિક પંડ્યાની ધમાકેદાર બેટિંગ ટીમ માટે ફાયદાકારક : યુવરાજ સિંહ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1