Aapnu Gujarat
રમતગમત

ન્યુઝીલેન્ડના ૯ વિકેટે ૪૪૭ રન :ગ્રાન્ડહોમની સદી

વેલિંગ્ટન ખાતે શરૂ થયેલી પ્રથમ ક્રિકેટ ટેસ્ટ મેચના આજે બીજા દિવસે યજમાન ન્યુઝીલેન્ડે તેની સ્થિતી અતિ મજબુત બનાવી લીધી હતી. વેસ્ટ ઇન્ડિઝના પ્રથમ દાવમાં માત્ર ૧૩૪ રન ઓલઆઉટના જવાબમાં ન્યુઝીલેન્ડે હવે નવ વિકેટે ૪૪૭ રન બનાવી લીધા છે અને તેની હજુ એક વિકેટ હાથમાં છે. ન્યુઝીલેન્ડ તરફથી રોસ ટેલર નર્વસ નાઇન્ટીનો શિકાર થયો હતો. તે ૯૩ રન કર્યા બાદ રોચની બોલિંગમાં આઉટ થયો હતો. જ્યારે નિકોલસે ૬૭ રન કર્યા હતા.ઓલરાઉન્ડર ગ્રાન્ડહોમે ૧૦૫ રન કરીને પોતાની ટીમની સ્થિતીને મજબુત કરવામાં ચાવીરૂપ ભૂમિકા અદા કરી હતી. ન્યુઝીલેન્ડની જીત હવે આ ટેસ્ટમાં પાકી થઇ ગઇ છે. કારણ કે વેસ્ટ ઇન્ડિઝ પર તેની હવે ૩૧૩ રનની નિર્ણાયક લીડ થઇ ગઇ છે. ગઇકાલે પ્રથમ દિવસે વિન્ડિઝની ટીમનો આજે જોરદાર ધબડકો થયો હતો. વિન્ડિઝની ટીમ તેના પ્રથમ દાવમાં માત્ર ૧૩૪ રન બનાવીને ઓલઆઉટ થઇ ગઇ હતી. ન્યુઝીલેન્ડ તરફથી વાગનરે ૩૯ રન આપીને સાત વિકેટ ઝડપી હતી. તેના તરખાટ સામે વિન્ડિઝના બેટ્‌સમેનો ટકી શક્યા નહતા. વિન્ડિઝ તરફથી પોવેલે સૌથી વધુ ૪૨ રન કર્યા હતા.ગઇકાલે પ્રથમ દિવસે રમત બંધ રહી ત્યારે રાવલ ૨૯ અને ટેલર ૧૨ રન સાથે રમતમાં હતા. આ બન્ને બેટ્‌સમેનોએ આજે તેમની ઇનિગ્સને આગળ વધારી હતી. રોસ ટેલર ધારણા પ્રમાણે જ શાનદાર ફોર્મમાં નજરે પડ્યો હતો. ટેલરે ૧૦ ચોગ્ગા સાથે ૯૩ રન કર્યા હતા. ગ્રાન્ડહોમે ૧૧ ચોગ્ગા અને ત્રણ છગ્ગા સાથે આ રન કર્યા હતા. ન્યુઝીલેન્ડના કેપ્ટન વિલિયમસને ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગ કરવાનો નિર્ણય કર્યો હતો અને આ નિર્ણય અસરકારક સાબિત થયો હતો. વિન્ડિઝની ટીમના બેટ્‌સમેનો ટકી શક્યા ન હતા. વેસ્ટ ઇન્ડિઝ અને ન્યુઝીલેન્ડ વચ્ચે બે ટેસ્ટ મેચોની શ્રેણી બાદ ત્રણ વનડે અને ત્રણ ટ્‌વેન્ટી મેચો રમાનાર છે. ટેસ્ટ શ્રેણી બાદ બન્ને દેશો વચ્ચે વનડે શ્રેણી રમાશે. બન્ને દેશો વચ્ચે વનડે શ્રેણી પૈકીની પ્રથમ વનડે મેચ ૨૦મી ડિસેમ્બરના દિવસે રમાશે. જ્યારે બીજી વનડે મેચ ક્રાઇસ્ટચર્ચ ખાતે રમાનાર છે. ત્રીજી મેચ ૨૬મી ડિસેમ્બરના દિવસે રમાનાર છે.

Related posts

ટોકિયો ઓલિમ્પિક્સ ૨૦૨૦ઃ જાપાન ઈ વેસ્ટમાંથી મેડલ બનાવશે

aapnugujarat

I want to play for as long as I can : Faulkner

editor

એશિયન ગેમ્સ : પુનિયાએ ભારતને અપાવેલો સુવર્ણ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1