Aapnu Gujarat
ગુજરાત

મોદી આજથી ગુજરાતમાં ફરી ઝંઝાવતી પ્રચાર કરશે

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતમાં પ્રચંડ અને ઝંઝાવતી ચૂંટણી પ્રચાર કરવા ફરી આવતીકાલે ગુજરાત પહોંચી રહ્યા છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઇને રાજકીય ગરમી ચરમસીમા પર પહોંચી ગઇ છે ત્યારે મોદી ત્રીજી અને ચોથી ડિસેમ્બરના દિવસે ફરીએકવાર આક્રમક પ્રચાર કરવા પહોંચી રહ્યા છે. નક્કી કરવામાં આવેલા કાર્યક્રમ મુજ મોદી આવતીકાલે ત્રીજીએ ભરુચ, સુરેન્દ્રનગર અને રાજકોટમાં વિકાસ રેલીઓ કરશે. ચોથીએ ધરમપુર, ભાવનગર, જુનાગઢ અને જામનગરમાં રેલીઓ કરશે. આ રેલી દરમિયાન મોદી પોતાના આક્રમક અંદાજમાં સરકારની વિકાસ કામગીરી અને કોંગ્રેસ પાર્ટીની વર્ષોની નિષ્ફળતાઓનો મુદ્દો ફરીએકવાર રજૂ કરશે. રાજયમાં આગામી ૯ ડિસેમ્બરના રોજ પહેલા તબકકાની ૮૯ બેઠકો માટે મતદાન પ્રક્રીયા હાથ ધરવામા આવનાર છે એવા સમયે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ૩ અને ૪ ડિસેમ્બરના રોજ ફરી એક વખત પહેલા તબકકાના પ્રચાર પડઘમ શાંત થાય એ પહેલા અનેક રેલી કરી કરનાર છે. રાજયમા આગામી ૯ તેમજ ૧૪ ડિસેમ્બર દરમિયાન બે તબકકામા યોજાનારી વિધાનસભાની સામાન્ય ચૂંટણી માટે મતદાન પ્રક્રીયા હાથ ધરવામા આવનાર છે. આ અગાઉ વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી ૬ થી ૧૨ ડિસેમ્બર દરમિયાન રાજયના વિવિધ વિધાનસભા મત વિસ્તારોમા ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર માટે આવી પહોંચશે.જ્યા તેઓ ૨૪થી વધુ જાહેરસભાઓને સંબોધવા ઉપરાંત અનેક શહેરોમા રેલી અને રોડ શો પણ કરશે.વિધાનસભાની બે તબકકામાં ૯ અને ૧૪ ડિસેમ્બરના રોજ યોજાનારી ચૂંટણી આડે હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે તેવા સમયે પ્રથમ તબકકામાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતની ૮૯ બેઠકો ઉપર યોજાનારી ચૂંટણી માટે પ્રચાર અને પ્રસાર કાર્ય હાલ ચરમસીમા ઉપર પહોંચ્યુ છે ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ માસમાં ૨૭ અને ૨૯ નવેમ્બર એમ બે દિવસ રાજયના વિવિધ મત વિસ્તારોમાં પ્રચાર પ્રવાસ પુરો કરી ગયા બાદ ફરી એક વખત ૩ અને ૪ ડિસેમ્બરના રોજ રાજયમાં ચૂંટણી પ્રચાર માટે આવી રહ્યા છે. મળતી માહિતી અનુસાર મોદી તેમના આ બે દિવસના પ્રવાસમાં કુલ મળીને સાત જાહેરસભાઓને સંબોધિત કરશે.જેમાં ૩ ડિસેમ્બરના રોજ ભરૂચમાં સવારે ૧૦.૩૦ કલાકે,સુરેન્દ્રનગરમાં બપોરે ૧૨.૩૦ કલાકે, અને રાજકોટમાં સાંજે ૭.૩૦ કલાકે જાહેરસભાને સંબોધિત કરશે.આ દરમિયાન અમદાવાદ ખાતે સાંજે પાંચ કલાકે એસજીવીપીમાં શ્રી જોગી સ્વામી હોલીસ્ટીક હોસ્પિટલનુ ઉદ્દઘાટન પણ કરશે.૪ ડિસેમ્બરના રોજ ધરમપુર ખાતે સવારે ૧૦ કલાકે જાહેરસભાને સંબોધિત કરશે.ભાવનગરમાં બપોરે ૧૨ કલાકે જાહેરસભાને સંબોધિત કરશે.જૂનાગઢ ખાતે બપોરે ૨ કલાકે જાહેરસભાને સંબોધિત કરશે જ્યારે જામનગરમાં સાંજે ૪ કલાકે જાહેરસભાને સંબોધિત કરશે.ભાજપના રાષ્ટ્રીય મહામંત્રી અને ગુજરાતના પ્રદેશ પ્રભારી ભૂપેન્દ્ર યાદવે હાલમાં મોદીના આ કાર્યક્રમ અંગે માહિતી આપી હતી. તેમણે કહ્યુ હતુ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ગુજરાતમાં ખૂબ જ પ્રેમ,સ્નેહ અને આશીર્વાદ પ્રાપ્ત થયા છે તે અદ્દભૂત છે.ચાર ચાર દશક સુધી દેશની સત્તા ભોગવનાર કોંગ્રેસ પાર્ટી આજે પણ કોઈ વિષયમા જવાબ આપવા સક્ષમ નથી. તેમણે વધુમા કહ્યુ કે,૨૨ વર્ષના ભાજપના સુશાસન પહેલા કોંગ્રેસના શાસનમાં રથયાત્રામાં હુલ્લડો થયા હતા.કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ દયનીય હતી.ખેતીની હાલત ખરાબ હતી ઉપરાંત નર્મદા યોજનાને અટકાવવાનુ મહાપાપ કોંગ્રેસે કર્યુ હતુ.મોદીના કાર્યક્રમને લઇને કાર્યકરોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. મોદી જ્યાં સભા કરનાર છે તે તમામ સભામાં મોટી સંખ્યામાં લોકો પહોંચે તેવી શક્યતા દેખાઇ રહી છે. મોદીના કાર્યક્રમને લઇને સુરક્ષા વ્યવસ્થાને પહેલાથી જ પ્રાથમિકતા આપવામાં આવી ચુકી છે. મોદીનો કાફલો જે વિસ્તારમાં જનાર છે તે તમામ જગ્યાએ મજબુત સુરક્ષા મજબુત રખાઇ છે.

Related posts

અમદાવાદમાં ૧૦ જુને હાર્દિક પટેલના નેતૃત્વમાં ‘સામાજિક ક્રાંતિકારી કાર્યકર્તા’ સંમેલન યોજાશે

aapnugujarat

ધાડ અને ઘરફોડ ચોરી કરતી ગેંગને ઝડપતી સાબરકાંઠા એલસીબી

editor

વિરમગામ તાલુકા સેવા સદન ખાતે તાલુકાકક્ષાનો ધ્વજવંદન કાર્યક્રમ યોજાયો

editor

Leave a Comment

UA-96247877-1