Aapnu Gujarat
ગુજરાત

વિરમગામ તાલુકા સેવા સદન ખાતે તાલુકાકક્ષાનો ધ્વજવંદન કાર્યક્રમ યોજાયો

૧૫મી ઓગસ્ટે ૭૪માં સ્વાતંત્ર્ય દિન ઉજવણીના ભાગરૂપે તાલુકા સેવા સદન વિરમગામ ખાતે તાલુકા કક્ષાના ધ્વજવંદન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. વિરમગામના સબ ડિસ્ટ્રીક્ટ મેજીસ્ટ્રેટ સુરભી ગૌતમના વરદ હસ્તે ધ્વજ ફરકાવવામાં આવ્યો હતો. તાલુકા કક્ષાના ધ્વજવંદન કાર્યક્રમમાં વૈશ્વિક માહામારી કોરોના અંતર્ગત ઉત્કૃષ્ઠ કામગીરી કરનારા લોકોને પ્રમાણપત્ર આપીને સન્માનિત કરવામાં આવ્યા અને સબ ડિસ્ટ્રીક્ટ મેજીસ્ટ્રેટ દ્વારા પ્રોત્સાહિત કરવામાં આવ્યાં હતાં. ધ્વજવંદન બાદ સેવા સદનના પ્રાંગણમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું તેમજ વૃક્ષ રથને લીલી ઝંડી બતાવીને પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું.
તાલુકા કક્ષાના ધ્વજવંદન કાર્યક્રમમાં સુરભી ગૌતમે કહ્યું હતું કે, માર્ચ મહિનાથી લઇને આજ સુધી આપણે સૌ પરિવારજનો સહિતના લોકોને કોરોના વાયરસના પ્રભાવથી બચાવવા માટે પ્રયત્નો કરી રહ્યા છીએ. દરેક વર્ષની જેમ આપણે આ વર્ષે તહેવારોની ઉજવણી નથી કરી રહ્યા. સ્વતંત્રતા પર્વની સાંકેતીક ઉજવણી કરવામાં આવી રહી છે. સ્વતંત્રતા પર્વનું  સાંકેતીક મહત્વ એ છે કે રાષ્ટ્રના નિર્માણમાં જે લોકોએ પોતાના પ્રાણની આહુતી આપી છે તેવા લોકોને આપણે અંતકરણથી યાદ કરીએ છીએ. આપણે પોતે પ્રણ લઇએ છીએ કે જેવુ તેમણે દેશ માટે કર્યું છે, જેવા વિચારો તેમના ભારતના નિર્ણાણના હતા તેનું પાલન કરવા પ્રયત્ન કરીશું. નાના બાળકોમાં રાષ્ટ્ર પ્રેમની ભાવના રહે તેવા વિચારો આપવામાં આવે છે. આ વર્ષનો સ્વતંત્રતા પર્વ ખાસ મહત્વનો છે. દરેક નાગરિકનું રાષ્ટ્ર નિર્માણમાં જે કર્તવ્ય છે અને એક બીજા પ્રત્યેનું જે કર્તવ્ય છે તે મજબુતીથી નિભાવવાનું છે.
કોરોનાના સમયમાં માસ્ક પહેરીને જે કોઇ વ્યક્તિઓ ઘરની બહાર નીકળ્યા તે સૌ મહાન છે, કોરોના સામેની લડાઇ સ્વતંત્રતાની લડાઇથી હું ઓછી નથી માનતી. કોરોના સામેની લડાઇમાં જે લોકોએ સહકાર આપ્યો છે તેઓએ જીવનનું સૌથી મોટું રાષ્ટ્ર નિર્માણમાં યોગદાન આપ્યું છે. અમારો એસ.ડી.એમ.નો કાર્યકાળ એક થી દૌઢ વર્ષનો હોય છે. આ સમયગાળામાં મને જે કામ કરવાનું, સેવા કરવાનું પુણ્ય મળ્યું છે તે જીવનમાં કદી નહીં મળે. કોરોના સામેની લડાઇમાં વિરમગામ ગામે કુબેરના ખજાનાની જેમ સેવા કરી છે.
(તસવીર / અહેવાલ :- વંદના નીલકંઠ વાસુકિયા, વિરમગામ)

Related posts

वडोदरा में ३१ जुलाई से अब तक ३५ मगरमच्छ बचाए गए

aapnugujarat

મત્સ્યોદ્યોગ કેન્દ્રીય સહકારી સંસ્થામાં ભરતીને લઇ રોષ

aapnugujarat

તાપી જિલ્લાના ખેડૂતોને સિંચાઇની સગવડ મળી રહે એ માટે ૧૦૦૩ કરોડની સિંચાઇ યોજનાઓને સૈદ્ધાંતિક મંજુરી આપવામાં આવી છે : ગણપતસિંહ વસાવા

aapnugujarat

Leave a Comment

UA-96247877-1