Aapnu Gujarat
ગુજરાત

અમદાવાદમાં ૧૦ જુને હાર્દિક પટેલના નેતૃત્વમાં ‘સામાજિક ક્રાંતિકારી કાર્યકર્તા’ સંમેલન યોજાશે

ગુજરાતમાં ૨૫ ઓગસ્ટ ૨૦૧૫માં અમદાવાદના જીએમડીસી ગ્રાઉન્ડમાં યોજાયેલા પાટીદાર અનામત આંદોલનની સભા જેવો જ માહોલ બે વર્ષ ફરી ઉભો કરવાની યોજના હાર્દિક પટેલે બનાવી છે.જેમાં અમદાવાદમાં ૧૦ જુનના રોજ ‘સામાજિક ક્રાંતિકારી કાર્યકર્તા સંમેલન’ નું આયોજન કરવામાં આવ્યું છે.જેમાં મોટી સંખ્યામાં ક્રાંતિકારી નેતાઓની હાજર રહેશે તેવું અનુમાન છે. જો કે તેના સ્થળ અને સમય અંગે હજુ કોઈ જાણકારી આપવામાં આવી નથી. પરંતુ હાર્દિક પટેલે આ સંમેલન માટે કામગીરી શરુ કરવાની સુચના આપી દીધી છે.ઉલ્લેખનીય છે કે ગુજરાત વિધાનસભાની ચુંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ પાટીદાર અનામત આંદોલનને રાજયમાં પુનઃ સક્રિય કરવાના પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યાં છે.જેમાં પાટીદાર અનામત આંદોલન માટે હાલમાં પાસની એક બેઠક અમદાવાદ ખાતે મળી હતી. જેમાં પાટીદાર અનામત આંદોલનના નેતા હાર્દિક પટેલે ઓબીસી દરજ્જો મેળવવા માટે ફરી એક વાર કટિબદ્ધતા વ્યક્ત કરી હતી.
રાજ્યમાં પાટીદાર અનામત આંદોલનને સફળ બનાવવા સોશિયલ મીડિયાને રોલ મહત્વનો રહેલો છે.તેવા સમયે હાલ સોશિયલ મીડિયા પર હાર્દિક પટેલના ફોટા સાથે ભાજપ સરકાર વિરુદ્ધ જંગ છેડવામાં આવી છે. જેમાં મહિલા સુરક્ષામાં સરકાર સદંતર નિષ્ફળ નીવડી હોવાના બેનર અને વિડીયો વાયરલ કરવામાં આવી રહ્યાં છે. જેમાં જણાવવામાં આવ્યું છે કે ગુજરાતમાં ૧૩ વર્ષમાં મહિલા અપહરણના ૧૫,૨૧૮ અને બળાત્કારના ૫,૦૧૧ કેસ નોંધાયા છે.
આ બેનર અને વિડીયોને ભાજપ ભગાવો’ ના હેસ ટેગ સાથે વાયરલ કરવામાં આવી રહ્યા છે.પાટીદાર અનામત આંદોલન સમિતિએ ચુંટણી પૂર્વે શરુ કરેલા ભાજપ ભગાવોના હેસટેગ ને છેક ચુંટણી સુધી ચાલુ રાખશે અને તેમાં ભાજપ વિરુદ્ધના અલગ અલગ મુદ્દાઓ પણ વાયરલ કરશે. એટલે કે ભાજપ સામે પાટીદારો સામ સામે ઉપરાંત સોશિયલ મીડિયા પર ઓબીસી અનામત મેળવવા માટે પોતાની આ લડતને ઉગ્ર સ્વરૂપ આપશે.

Related posts

‘આર્ષ’ અક્ષરધામ, પ્રવચનમાળા અંતર્ગત ‘નિષ્કુળાનંદ કાવ્ય – 3 ભક્તિનિધિ અને કલ્યાણનિર્ણય’

aapnugujarat

ભેળસેળ કેસમાં ભાગી ગયેલો આરોપી વેપારી પકડાયો

aapnugujarat

ગુજરાતનું દેવું વધીને અધધ…૨,૬૭,૬૫૦ કરોડ થયું

editor

Leave a Comment

UA-96247877-1