Aapnu Gujarat
ગુજરાત

ધાડ અને ઘરફોડ ચોરી કરતી ગેંગને ઝડપતી સાબરકાંઠા એલસીબી

દીગેશ કડિયા, સાબરકાંઠા

ગુજરાત, મધ્ય પ્રદેશ, આંધ્ર પ્રદેશ અને કર્ણાટકમાં ધાડ અને ઘરફોડ ચોરી કરતી બગોલી ગેંગના ૪ સાગરીતોને સાબરકાંઠા એલસીબી પોલીસે ઝડપી પાડી કુલ રૂપિયા ૭૯,૩૧૮ નો મુદ્દામાલ કબજે કર્યો કાર્યો છે સાબરકાંઠા જીલ્લા એલસીબી પોલીસને આંતરરાજ્ય ઘરફોડ ચોરી અને ધાડ કરતી ગેંગને ઝડપી પાડવામાં મોટી સફળતા મળી છે એલસીબી પોલીસે મિલકત સંબંધી ગુનાઓ કરતા આરોપીઓને શોધી કાઢવા માટે તપાસ તેજ કરી હતી જેમાં ગુજરાત, મધ્ય પ્રદેશ, આંધ્ર પ્રદેશ અને કર્ણાટકમાં જે રીતથી ચોરી થયેલી તેવી જ મોડસ ઓપરેન્ડીથી હિમતનગરનાં મહાકાળી મંદિર વિસ્તારમાં આવેલી સોના ચાંદીની દુકાનમાં થોડા સમય અગાઉ ચોરી થયેલી હતી પોલીસ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન હિંમતનગરના કાંકરોલ ગામ પાસેથી આ ટોળકીના ૪ સાગરિત ઝડપાયા હતા સાબરકાંઠા એલસીબી પોલીસે તેમની કડકાઈથી પૂછ પરછ કરતા તેમણે મધ્ય પ્રદેશ, આંધ્ર પ્રદેશ અને કર્ણાટક સહીત ગુજરાતના પંચમહાલ, સુરત ગ્રામ્ય, વલસાડ, મોરબી, જામનગર, જુનાગઢ સહિતના જિલ્લાઓમાં કરેલી ચોરીની કબુલાત કરી હતી પોલીસે ચોરી કરવા વપરાતા સાધનો કબ્જે લઇ બગોલી ગેંગના કુલ ૧૦ આરોપી માંથી ૪ આરોપીઓ સાબરકાંઠા પોલીસે ઝડપી પાડયા છે અને કુલ ૬ આરોપીઓ પકડવાના બાકી છે જેમાં ૨ આરોપીઓ મધ્યપ્રદેશની જેલ માં છે પોલીસે આ લોકો પાસેથી હાલમાં ૭૯૩૧૮ નો મુદ્દામાલ જપ્ત કર્યો છે તમામ આરોપીઓ અગાઉ પણ ચોરી અને ધાડના ગુનાનો ગુન્હાહિત ઇતિહાસ ધરાવે છે સાબરકાંઠા એલસીબી પીઆઈ પીએસઆઇ સહિત ૧૬ જેટલા પોલીસ જવાનોને બગોલી ગેંગના આરોપીઓ સુધી પહોંચવા સફળતા મળી છે.

Related posts

ઈદ-એ-મિલાદ સંદર્ભે અધિક જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી દ્વારા જાહેરનામુ પ્રસિધ્ધ કરાયુ

editor

યુવાનો શોર્ટકટનું આકર્ષણ છોડે .. શોર્ટકટથી હાઇવે બનતા નથી : માર્ગ પરિવહન મંત્રી મનસુખ માંડવિયા

aapnugujarat

રાજ્યનાં ૧૪ તાલુકા અછતગ્રસ્ત જાહેર કરાયાં

aapnugujarat

Leave a Comment

UA-96247877-1