Aapnu Gujarat
ગુજરાત

SBIની સરલાની શાખામાં ઉપાડ માટે નોટીસ લગાવાઈ

ભરતસિંહ પરમાર, સુરેન્દ્રનગર

મુળી તાલુકાનાં સરલાની સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા ની શાખામાં રૂપિયા ન હોય તેમ ગ્રાહકો માટે નોટીસ બોર્ડ લગાવવામાં આવેલ છે અને જણાવ્યું છે કે કોઈ પણ ગ્રાહકોને એકલાખ રૂપિયાનો ઉપાડ કરવો હોય તેને બેંકને અગાઉ જાણ કરવાની રહેશે તો જ રૂપિયા મળશે આવી રીતે ગ્રાહકો હેરાન પરેશાન થઈ રહ્યા છે જે ગ્રાહકોની એફ.ડી.જમા છે અને કોઈ તાત્કાલિક ધોરણે રૂપિયાની જરૂર પડે તો મળી શકતાં નથી અને બેંકનાં ધક્કા ખાવા પડે છે તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે,

ત્યારે ગ્રાહકોને પુછતા તેઓએ જણાવ્યું હતુ કે બેંકમાં લેવડદેવડ માટે અને સરળતાથી રૂપિયા મળી રહે તે માટે અમો જમા કરાવીએ છીએ પરંતુ તાત્કાલિક જો બેંક માંથી પણ રૂપિયા ન મળતાં હોય તો અમે હવે પછી બેંક માં રૂપીયા જમાં રાખવાનો કોઈ અર્થ નથી

અમારે જરૂરિયાત મુજબ અમોને નાણાં ન મળે અને ધક્કા ખાવા પડે તો પછી અમો ઘરે જ રૂપિયા રાખવામાં હિતાવહ હોય તેમ જણાવ્યું હતું રૂપિયા ઉપાડવા આવેલા ગ્રાહકો માંથી ગણેશભાઈ પટેલે રમુજ સાથે જણાવ્યું હતું કે જો બેંક પાસે જ રૂપિયાની ખેંચ હોય તો આમ આદમી ખેડૂતો ની શું હાલત હશે તે આપ જાણી શકો છો આ રીતે આપ વિકાસ ની પ્રતિતી કરી શકો છો લોકો હાલ નાણાં ભીડ ભોગવી રહ્યા છે
બેંક મેનેજર દ્વારા જણાવાયું હતું કે આવનાર ગ્રાહકો ને ધક્કો ન થાય તે માટે બોર્ડ લગાવવામાં આવેલ છે અમોને એક દિવસ અગાઉ જાણ કરી હોય તો તેમને સરળતાથી રૂપિયા મળી શકે તે માટે બોર્ડ લગાવવામાં આવેલ છે
હાલ બેંકમાં કેસની યોગ્ય વ્યવસ્થા ન હોય જેના અભાવે બેંક ખાતા ધારકોને પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે હાલ બધી જ પૈસાની લેવડદેવડ બેંક દ્વારા થતી હોય ગ્રાહકો હાલાકીનો સામનો કરી રહ્યા છે હવે જોવાનું એ રહ્યું કે બેંક પ્રશાસન દ્વારા આનુ યોગ્ય નિરાકરણ કરવામાં આવે છે કે કેમ તે એક મોટો પ્રશ્ન છે.

Related posts

પાટીદાર એટલે ભાજપ : મનસુખ માંડવિયા

editor

રૂપાણી સરકાર ત્રીજી લહેર સામે લડવાની તૈયારી કરે : હાઇકોર્ટ

editor

ડોર ટુ ડોર કચરો ઉપાડવાની ઝુંબેશને લઇ ફરિયાદો ઉઠી

aapnugujarat

Leave a Comment

UA-96247877-1