Aapnu Gujarat
ગુજરાત

યુવાનો શોર્ટકટનું આકર્ષણ છોડે .. શોર્ટકટથી હાઇવે બનતા નથી : માર્ગ પરિવહન મંત્રી મનસુખ માંડવિયા

મ.સ.વિશ્વવિદ્યાલયમાં વિદ્યાર્થીઓ દ્વારા આયોજિત દેશના સહુથી લાંબા અને પહેલરૂપ સયાજી સ્ટાર્ટ અપ સમિટ-૨૦૧૭માં ભારત સરકારના માર્ગ પરિવહન મંત્રી શ્રી મનસુખ માંડવિયાએ યુવાનો અને ઉદ્યોગ સાહસિકોને નવા વિચારો અને પહેલોને સંકલ્પશક્તિ સાથે સાકાર કરવાનું માર્ગદર્શન આપ્યુ હતું. તેમણે જણાવ્યુ હતું કે, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ યુવાનો અને સાહસિકોને તેમના વિચારો અને પહેલોને સ્વદેશમાં જ સાકાર કરવાનું બળ પૂરું પાડવા, અમલીકરણની તાકાત આપવા સ્ટાર્ટ અપ ઇન્ડિયા શરૂ કર્યુ છે. તેમણે જણાવ્યુ હતું કે, આપણી પાસે પરંપરાગત વિજ્ઞાનનો સમૃધ્ધ વારસો છે. સંશોધનની વિપુલ તકો છે. નવા વિચારો છે. સાહસિકતા છે. સ્ટાર્ટ અપ ઇન્ડિયા આ તમામના સમન્વય દ્વારા નવરચનાની તકો આપે છે. આવી નવરચના યુવાનોને પોતાને, સમાજને અને દેશને ઉપયોગી નીવડશે એવો વિશ્વાસ તેમણે વ્યક્ત કર્યો હતો.

તેમણે યુવાનોને શોર્ટકટનું આકર્ષણ છોડવા અનુરોધ કરતાં જણાવ્યુ હતું કે, ટુંકા રસ્તા કારગર નીવડતા હોત તો ક્યારેય હાઇવેઝ ના બનત. કમીટમેંટ અને ડેડીકેશન સાથે કામ કરો, સારૂ પરિણામ મળશે જ એવી શીખ તેમણે આપી હતી. સ્ટાર્ટ અપ ઇન્ડિયાની વ્યવસ્થા યુવા વૈજ્ઞાનિકોને દેશમાં જ રહીને સંશોધન કરવાની સુવિધા આપશે એવી લાગણી તેમણે વ્યક્ત કરી હતી.

પ્રધાનમંત્રીશ્રીએ યુવાનોના નવા વિચારો, સાહસિકતાને ચેનલાઇઝ કરવા જ સ્ટાર્ટ અપ ઇન્ડિયા અમલમમાં મૂક્યુ છે. તેનો લાભ લેવા તેમણે ખાસ અનુરોધ કર્યો હતો. તેમણે જણાવ્યુ હતું કે, મહારાજા સયાજીરાવે બાબાસાહેબને શિક્ષણ માટે વિદેશ મોકલ્યા, વડોદરા રાજ્યમાં નોકરી આપી એ સમાજ માટે કરવામાં આવેલુ સ્ટાર્ટ અપ હતું જેના સારા પરિણામો સમગ્ર દેશને મળ્યા છે. તેમણે વ્યાપક પાયા પર સ્ટાર્ટ અપ સમિટ યોજવા માટે આયોજકોને અભિનંદન આપ્યા હતા. કુલપતિ પ્રા. પરિમલ વ્યાસે મહેમાનોને આવકારતા જણાવ્યુ કે દેશનું સહુથી લાંબુ સ્ટાર્ટ અપ સમિટ મ.સ.વિશ્વવિદ્યાલયના વિદ્યાર્થીઓએ આયોજિત કર્યુ તે દર્શાવે છે કે આ વિશ્વવિદ્યાલયના શિક્ષકો-વિદ્યાર્થીઓની ગુણવત્તા અનપેરેલલ્ડ છે. આ પ્રસંગે મંત્રીશ્રીને સયાજી સુશાસન ગ્રંથ માઇનોર હિન્ટસની ભેટ આપવામાં આવી હતી.

આયોજકોએ જણાવ્યુ હતું કે, આ સમિટના પગલે નવા વિચારો, પહેલો સાકાર કરવા ઇચ્છતા સાહસિકોને ભારત સરકારના સ્ટાર્ટ અપ ઇન્ડિયા આયોજન હેઠળ રૂા. ૫૦ થી ૬૦ કરોડની મૂડી ઉપલબ્ધ થવાની સંભાવના છે. સાંસદ રંજનબેન ભટ્ટ, મેયરશ્રી ભરતભાઇ ડાંગર આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા.                 

Related posts

ઝુરાના ડુંગરાળ વિસ્તારમાં મોરની હત્યા

aapnugujarat

રાજ્યમાં પ્રતિ મિનિટ ૧૦ વ્યક્તિ સંક્રમિત

editor

गाड़ियों में HRSP लगाने का आदेश दिया

aapnugujarat

Leave a Comment

UA-96247877-1