Aapnu Gujarat
ગુજરાત

અમદાવાદમાં આગામી બે દિવસ યલો એલર્ટ રહેશે

રાજ્યમાં ગરમીને લઈ હવામાન વિભાગે મોટા આગાહી કરી છે. જે મુજબ આગામી બે દિવસ અમદાવાદમાં યલો અલર્ટ રહેશે. ત્રણ દિવસ બાદ તાપમાનમાં વધારો થશે. કાળઝાળ ગરમી માટે અમદાવાદવાસીઓએ તૈયાર રહેવું પડશે. બે ત્રણ દિવસથી અમદાવાદમાં વહેલી સવારે ઠંડી અને બપોરે ગરમીનો અનુભવ થઈ રહ્યો છે.
હવામાન વિભાગે જણાવ્યું છે કે, આગામી ૩ દિવસ દરમિયાન મહત્તમ તાપમાનમાં વધારે ફેરફાર થવાની સંભાવના નથી. પરંતુ આ તાપમાનમાં વધારો થશે. ૮ અને ૯ એપ્રિલના ગીર સોમનાથ, પોરબંદર માં હિટવેવની આગાહી છે. અમદાવાદમાં આગામી ૩ દિવસ દરમિયાન ૪૨ ડિગ્રી સુધી તાપમાન જઇ શકે છે.
ગરમીમાં લૂ લાગવા (હીટ વેવ)ના બનાવો પણ બનતા હોય છે જેથી આવા બનાવો ના બને તે માટે શુ તકેદારી રાખવી તે અંગેની પણ માર્ગદર્શિકા જાહેર કરવામાં આવતી હોય છે. ગરમીમાં ત્રણ એલર્ટ હોય છે જેમાં યલો એલર્ટ, ઓરેન્જ એલર્ટ અને રેડ એલર્ટનો સમાવેશ થાય છે. આ ત્રણે એલર્ટમાં ગરમીનો પારો કેટલો હોય તે પણ સુનિશ્ચિત કરાયુ છે. સામાન્ય સંજોગોમાં ગરમીની સીઝનમાં ત્રણ પ્રકારના એલર્ટો જાહેર થતા હોય છે. જેમાં ૪૧.૧ ડિગ્રી સેન્ટીગ્રેડથી ૪૩ ડિગ્રી સેન્ટીગ્રેડ ગરમી હોય ત્યારે યલો એલર્ટ જાહેર કરાય છે. આ ઉપરાંત બીજુ એલર્ટ ઓરેન્જ એલર્ટ કહેવાય છે. આ એલર્ટ ૪૩.૧થી ૪૪.૯ ડિગ્રી સેન્ટીગ્રેડ ગરમી હોય ત્યારે જાહેર થાય છે. ત્રીજું રેડ એલર્ટ છે. જે ૪૫ ડિગ્રીથી વધારે તાપમાન માટે જાહેર કરવામાં આવે છે.

Related posts

ભવિષ્યની પસંદગી માટે મત આપવા પ્રિયંકાનો અનુરોધ

aapnugujarat

ભાજપના સ્થાપના દિન 6 એપ્રિલથી 25 એપ્રિલ દરમિયાન ગુજરાતભરમાં યાત્રા યોજાશે

aapnugujarat

ચૈતન્ય શંભુ મહારાજના ઉપવાસને સાધુ-સંતો, ભાજપ અગ્રણીઓનો ટેકો

aapnugujarat

Leave a Comment

UA-96247877-1