Aapnu Gujarat
રાષ્ટ્રીય

બંગાળમાં ભાજપ ૨૦૦થી વધુ સીટો સાથે બનાવશે સરકાર : અમિત શાહ

પશ્ચિમ બંગાળમાં વિધાનસભા ચૂંટણીઓના પહેલા રાઉન્ડનુ મતદાન શનિવારે પુરુ થઈ ચુકયુ છે ત્યારે ભાજપના નેતા અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે દાવો કર્યો છે કે, પહેલા તબક્કાની ૩૦ બેઠકો પૈકી ૨૬ બેઠકો પર ભાજપ જીત મેળવશે.
તેમણે કહ્યુ હતુ કે, બંગાળની જેમ આસામમાં પણ ભાજપને ભારે જન સમર્થન મળી રહ્યુ છે.અહીંયા પણ જે ૪૭ બેઠકો માટે મતદાન થયુ છે તેમાંથી ૩૭ કરતા વધારે બેઠકો પર ભાજપ જીતશે.બંગાળમાં લોકોએ મમતા બેનરજી સરકારની તૃષ્ટિકરણની નીતિ સામે મતદાન કર્યુ છે.
તેમણે તે પણ દાવો કર્યો છે કે બંગાળમાં ભાજપ ૨૦૦થી વધુ સીટો સાથે સરકાર બનાવશે. અસમમાં અમે પૂર્ણ બહુમતની સાથે સરકાર બનાવીશું. તેમણે આ વાત મીડિયાને સંબોધિત કરતા કહી છે. મહત્વનું છે કે શનિવારે ૨૭ માર્ચે બન્ને રાજ્યોમાં પ્રથમ તબક્કાની ચૂંટણી યોજાઈ હતી. હું અમારા માટે મતદાન કરનાર બન્ને રાજ્યોના લોકોનો આભાર માનુ છું. વોટર ટર્નઆઉટથી લોકોમાં ઉત્સાહ જોવા મળ્યો. પશ્ચિમ બંગાળમાં ૮૪ ટકાથી વધુ મતદાન અને અસમમાં ૭૯ ટકાથી વધુ મતદાન જણાવે છે કે જનતામાં ભારે ઉત્સાહ છે.
મીડિયાને સંબોધિત કરતા શાહે આગળ કહ્યુ કે, પ્રથમ તબક્કામાં બંગાળમાં ૩૦માંથી ૨૬થી વધુ સીટો ભાજપ જીતી રહ્યું છે. પાર્ટી ૨૦૦થી વધુ સીટો જીતી સરકાર બનાવશે. અમારી સીટો પણ વધી રહી છે અને જીતનું અંતર વધી રહ્યું છે. અસમમાં ૪૭માંથી ૩૭થી વધુ સીટો મળશે. તેના સ્પષ્ટ સંકેત મળી રહ્યાં છે. તેમણે કહ્યું કે, દર વખતની જેમ ગુંડા આ ચૂંટણીને પણ પ્રભાવિત કરશે. બંગાળમાં ચૂંટણી પંચને સફળતાપૂર્વક ચૂંટણી કરાવવામાં સફળતા મળી છે. બંગાળ ચૂંટણીમાં હિંસા સામાન્ય વાત થઈ ગઈ હતી. ઘણા વર્ષો બાદ આ પ્રથમ ચૂંટણી છે જ્યારે એકપણ બોમ્બ ફાટ્યો નથી, એકપણ ગોળી ચાલી નથી.
અમિત શાહે તે પણ કહ્યુ કે, પશ્ચિમ બંગાળ અને અસમ બન્નેમાં શાંતિપૂર્વક મતદાન થયું. મતદાન દરમિયાન હિંસાને કારણે કોઈના મોત થયા નથી. અસમ કેટલાક વર્ષો પહેલા અને બંગાળ પણ ચૂંટણી હિંસા માટે જાણીતુ હતું. આ વખતે બન્ને જગ્યાએ શાંતી રહી, કોઈ વ્યક્તિનો જીવ ગયો નથી. આ બન્ને રાજ્યો માટે સારા સંકેત છે. પ્રધાનમંત્રી મોદીના નેતૃત્વમાં અસમનો જે વિકાસ થયો છે, તેને મોટુ જનસમર્થન મળી રહ્યું છે. ડબલ એન્જિન સરકારનો કોન્સેપ્ટ અસમની જનતાને ભાજપના આચરણથી સમજમાં આવી ગયો છે.
અમિત શાહે આ દરમિયાન મમતા બેનર્જી પર નિશાન સાધ્યુ. તેમણે કહ્યું કે, બંગાળમાં જે પ્રકારે ઘોર નિરાશા અને હતાશાનો માહોલ હતો. ૨૭ વર્ષના કમ્યુનિસ્ટ શાસન બાદ બંગાળના લોકોને આશા હતી કે દીદી એક નવી શરૂઆત લઈ આવશે. પરંતુ દળનું નિશાન અને નામ બદલાયું પરંતુ બંગાળ ત્યાંનું ત્યાં રહ્યું પરંતુ વધુ નીચે આવી ગયું.

Related posts

रात में आतंकी हमला और दिन में क्रिकेट नहीं हो सकता : जयशंकर

aapnugujarat

કેન્દ્ર સરકાર દ્વારા અશાંત ક્ષેત્રમાં વોટ્‌સએપ કોલિંગ સેવા બ્લોક કરાશે

aapnugujarat

मोदी सरकार ने 15 इनकम टैक्स अधिकारियों को किया जबरन रिटायर

aapnugujarat

Leave a Comment

UA-96247877-1