Aapnu Gujarat
રાષ્ટ્રીય

ભારતમાં ભીષણ ગરમીના એંધાણ

એ દિવસો હવે દૂર નથી જ્યારે ભારતમાં ભીષણ ગરમી સામાન્ય વાત બની જશે. લૂના પ્રકોપથી સામાન્ય જનજીવન પહેલેથી જ બહુ પ્રભાવિત થનાર છે. ભારત સહિત દક્ષિણ એશિયાઈ દેશોમાં આવા જ હાલ થવાના અમેરિકી વૈજ્ઞાનિકોએ સંકેત આપ્યા છે. નવી સ્ટડી મુજબ વૈજ્ઞાનિકોએ આશંકા જતાવી છે કે જો ગ્લોબલ વૉર્મિંગ ૧.૫ ડિગ્રી સેલ્સિયસ પર સીમિત કરી દેવામાં આવે છે તો ભારત સહિત દક્ષિણ એશિયાઈ દેશોમાં ઘાતક ગરમીની લહેર એટલે કે લૂનો પ્રકોપ સામાન્ય થઈ જશે.
અમેરિકામાં ઓક રિજ નેશનલ લેબોરેટરીના વૈજ્ઞાનિકોએ જણાવ્યું કે પ્રચંડ ગરમીના કારણે ભારતના પ્રમુખ પાક ઉત્પાદક ભાગો એટલે કે ખેતરમા કામ કરતા લોકોની સ્થિતિ અસુરક્ષિત થઈ શકે છે. ઉત્તર પ્રદેશ અને પશ્ચિમ બંગાળ ઉપરાંત તટીય ક્ષેત્ર શહેરોમાં કોલકાતા, મુંબઈ અને હૈદરાબાદમાં પણ મુશ્કેલી આવી શકે છે. જર્નલ ઑફ જિયોફિજિકલ રિસર્ચ લેટર્સમાં પબ્લિશ રિસર્ચ મુજબ વૉર્મિંગના ૨ ડિગ્રી સાથે આબાદી જોખમ ૩ ગણો વધી જશે.
નવા અધ્યયનના સહ લેખક મોઈતસિમ અશફાક મુજબ દક્ષિણ એશિયાનું ભવિષ્ય મુશ્કેલીઓ ભરેલું છે, વૉર્મિંગ ૧.૫ ડિગ્રી પર પણ દક્ષિણ એશિયામાં ગંભીર પરિણામ દેખાડશે, માટે ગ્રીન હાઉસ અને ગેસ ઉત્સર્જનને વર્તમાનમાં તેજીથી ઘટાડવાની જરૂરત છે. સંશોધકોએ જળવાયુ અનુસરણ અને ભવિષ્યની જનસંખ્યા વૃદ્ધિનું અનુમાન લગાવતાં આ માલૂમ લગાવ્યું કે દક્ષિણ એશિયામાં ગરમીનો ૧.૫ અને ૨ ડિગ્રી સેલ્સિયસ પર ખતરનાક સ્તરે સામનો કરવો પડશે.
વૈજ્ઞાનિકોએ અનુમાન લગાવ્યું કે વેટ બલ્બ ટેમ્પરેચરનો આ દરમ્યાન સામનો કરવો પડશે. જે તાપ સૂચકાંક સમાન છે, કેમ કે આ આર્દ્રતા અને તાપમાન બંનેને ધ્યાનમાં રાખે છે. અધ્યયનમાં જણાવવામાં આવ્યું કે ૩૨ ડિગ્રી સેલ્સિયસ વેટ બલ્બ ટેમ્પરેચર એ બિંદુને માનવામાં આવે છે જ્યારે કામ કરવું અસુરક્ષિત થઈ જાય અને ૩૫ ડિગ્રી સેલ્સિયસ માનવ અસ્તિત્વની સીમા છે. જે શરૂર ખુદ ઠંડું ના રી શકે. વિશ્લેષણના આધારે વૈજ્ઞાનિકોએ કહ્યું કે હાલના વર્ષોીન સરખામણીએ ૨ ડિગ્રી વૉર્મિંગ કામ કરનાર અસુરક્ષિત થઈ જશે, જ્યારે આ ઘાતક લૂથી ૨.૭ ગણા લોકો પ્રભાવિત થઈ શકે છે.
જળવાયુ પરિવર્તન પર ઈન્ટરગવર્નમેન્ટ પેનલ મુજબ ઔદ્યોગિક ક્રાંતિની શરૂઆતથી તાપમાનમાં ૧ ડિગ્રી વધુ ગરમી થઈ જશે, જ્યારે વર્ષ ૨૦૪૦ સુધી આ ૧.૫ ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી શકે છે. વૈજ્ઞાનિકો મુજબ ૬૦ ટકા વસતી કૃષિ કાર્ય કરે ચે અને ઘરની અંદર રહી ગરમીથી બચી નહિ શકે.

Related posts

शिक्षक दिवस के मौके पर 46 शिक्षक राष्ट्रपति द्वारा पुरस्कृत

aapnugujarat

‘યુતિ હોગી તો સાથી કો જીતાયેંગે, નહીં તો પટક દેંગે’ઃ અમિત શાહ

aapnugujarat

26 साल में दूसरी बार दिल्ली सूखे की स्थिति से गुजर रही है : मौसम विज्ञानी

aapnugujarat

Leave a Comment

UA-96247877-1