Aapnu Gujarat
બિઝનેસ

૧લી એપ્રિલથી મોંધવારીમાં ભડકાનાં એંધાણ

પહેલા જ દેશવાસીઓ પેટ્રોલ, ડીઝલની મોંઘવારીનો માર ઝેલી રહ્યા છે. દેશવાસીઓ સતત વધી રહેલા પેટ્રોલ, ડીઝલની કિંમતોથી પરેશાન હતા. તો હવે લોકોને બજારમાં મોંઘવારીનો માર પડવાનો છે. બજારમાં કેટલાક ઇલેક્ટ્રિક ઉપકરણો મોંઘા થવા જઈ રહ્યા છે. તો તમે ૩૧ માર્ચ પહેલા મોંઘા થવા જઇ રહેલા ઉપકરણો ખરીદવા માંગતા હો તો ખરીદી લો. ચાલો તો જોઈએ કે કયા ઇલેક્ટ્રિક ઉપકરણ મોંઘા થઈ રહ્યા છે અને તેનું કારણ શું છે.
ઉનાળો આવતા જ એરકન્ડિશન, કૂલર અને પંખાઓની માંગણી વધી જાય છે. જો તમે પણ આ બધી વસ્તુઓ ખરીદવાનો પ્લાન કરી રહ્યા છો તો તાત્કાલિક ખરીદી કરી લો. કેમ કે ૧ એપ્રિલથી આ બધી જરૂરી વસ્તુઓના ભાવમાં ઘણો વધારો થવાનો છે. ઉલ્લેખનીય છે કે બજારથી જે રીતે ખબરો સામે આવી રહી છે તેનાથી લગભગ નક્કી છે કે આગામી મહિનાની શરૂઆત સાથે જ મોંઘવારી હજુ વધી જશે. જો તમે છઝ્ર ખરીદવાનો પ્લાન કરી રહ્યા છો તો તાત્કાલિક ખરીદી લો કેમ કે છઝ્રની કિંમતના ૨૦૦૦ સુધીની કિંમત વધી શકે છે.
નોંધનીય છે કે ખર્ચ વધવાના કારણે કિંમતમાં ૪થી ૬ ટકાનો વધારો થઈ શકે છે. વીજળી ઉપકરણ બનાવનારી કંપનીઓ સતત ખર્ચ વધવાનો દાવો કરી રહી છે. પોલિમર્સ, કોપર, સ્ટીલ, પેકેજિંગ, મટીરિયલ્સના ભાવોમાં ભારે ઉછાળાથી ઉત્પાદન ખર્ચ વધ્યો છે. છેલ્લા કેટલાક દિવસોથી કોપરની કિંમત રેકોર્ડ ઊંચાઈ જોવા મળી છે. આ બધા ઉપકરણોથી વીજળીના ઘરેલુ ઉપકરણ મોંઘા થવા જઈ રહ્યા છે. એ સિવાય કુલરની કિંમતમાં પણ ૧૦૦૦ રૂપિયાની તેજી આવી શકે છે.
માત્ર એર કન્ડિશન પર જ મોંઘવારીનો માર પડશે. સામાન્ય રીતે દરેક ઘરમાં ઉપયોગમાં આવનારા પંખા પણ મોંઘા થવાના છે. તાંબું મોંઘું થવાના કારણે પંખાનો ખર્ચ પણ વધી ગયો છે, જેના કારણે હવે વેપારીઓ પંખાના ભાવ પણ વધારી શકે છે. ઉલ્લેખનીય છે કે કોરોના મહામારીના કારણે છવાયેલી મંદીના કારણે કિંમતોમાં ઉછાળ આવ્યો છે. આર્થિક પરેશાનીઓના કારણે લોકોએ સામાન ખરીદ્યા નથી, એ કારણે વેપારીઓને ઘણું નુકસાન થયું હતું. હવે બજારમાં જેમ જેમ તેજી આવી રહી છે તો આશા છે કે બજાર પર પણ તેની અસર પડશે.

Related posts

माइक्रोसॉफ्ट की पहल, हफ्ते में चार दिन काम करके 40% बढ़ी उत्पादकता

aapnugujarat

પેટ્રોલ-ડીઝલની કિંમતમાં હવે ઘટાડો થશે : નિષ્ણાંતોનો દાવો

aapnugujarat

બ્લેક ફ્રાઇડે : સેંસેક્સમાં ૬૯૦ પોઇન્ટનું ગાબડું

aapnugujarat

Leave a Comment

UA-96247877-1