Aapnu Gujarat
National

કોરોનાની રસી સંપૂર્ણ રીતે સુરક્ષિત : ડો. હર્ષવર્ધન

કોરોનાના વધતા જતા કેસ વચ્ચે કેન્દ્રના આરોગ્ય મંત્રી હર્ષ વર્ધને ફરી એક વખત કહ્યુ છે કે, અફવાઓથી ગેરમાર્ગે દોરાવાની જરુર નથી.કોરોનાની વેક્સીન સંપૂર્ણપણે સુરક્ષિત છે.
સંસદમાં એક સવાલના જવાબમાં ડો. હર્ષવર્ધને કહ્યુ હતુ કે, દુનિયાભરમાં વૈજ્ઞાનિક રીતે તમામ પ્રકારનુ એનાલિસીસ કર્યા બાદ રસીને મંજૂરી અપાઈ છે અને આપણે તેના પર વિશ્વાસ કરવો પડશે. ભારતમાં જે બે રસીને મંજૂરી અપાઈ છે તે રસી સુરક્ષા, પ્રભાવની દ્રષ્ટિએ અને કોરોના વાયરસ સામે એન્ટી બોડી પેદા કરવાના ધારાધોરણો પર ખરી ઉતરેલી છે. દેશવાસીઓએ કોરોનાની રસીને લઈને કોઈ ભ્રમમાં રહેવાની જરુર નથી.
તેમણે આગળ કહ્યુ હતુ કે, તમામ પ્રકારના પરીક્ષણો બાદ દેશમાં રસીને મંજૂરી અપાઈ છે અને તમામે તેનો લાભ ઉઠાવવો જોઈએ. ભૂતકાળમાં પોલિયો જેવી બીમારીને પણ રસીની મદદથી જ ખતમ કરવામાં આવી હતી. ક્લિનિકલ ટ્રાયલના જે પરિણામ આવે છે તેના આધારે નિષ્ણાતોની બનેલી સમિતિઓ રસીના ઉપયોગને મંજૂરી આપે છે. રસીનુ આખી દુનિયામાં સાત સ્થળોએ નિષ્પક્ષ રીતે એનાલિસિસ કરવામાં આવતુ હોય છે. દેશમાં અત્યાર સુધીમાં ચારેક કરોડ લોકોને રસી મુકાઈ છે અને તેમાં આડઅસરનુ પ્રમાણ ૦.૦૦૦૪૩૨ ટકા જેટલુ જ છે.આપણે રસી પર વિશ્વા મુકવો પડશે.
તેમણે કહ્યુ હતુ કે, જે સુવિધાઓ સરકારે ઉપલબ્ધ કરાવી છે તેનો લોકોએ લાભ લેવો જોઈએ.

Related posts

ઘરમાં આ પાંચ છોડ લાગવાથી ઘરમાં સુખ સમૃદ્ધિ વધશે.

aapnugujarat

મહારાષ્ટ્રમાં સર્જાઈ મોટી દુર્ઘટના

editor

રાજસ્થાનમાં કોરોના નેગેટિવ રિપોર્ટ વિના એન્ટ્રી પર પ્રતિબંધ

editor

Leave a Comment

UA-96247877-1