Aapnu Gujarat
Uncategorized

બોટાદના પ્રવેશ દ્વાર પર બની રહેલ અંડરબ્રિજનું કામ ક્યારે પૂરું થશે તેવી લોકચર્ચા

બોટાદ સૌરાષ્ટ્રનું પ્રવેશ દ્વાર છે. સૌરાષ્ટ્ર તરફ મુસાફરી કરતા વાહનો બોટાદ શહેરમાં પ્રવેશ કરી સૌરાષ્ટ્ર તરફ આગળ વધી શકાય છે પરંતુ છેલ્લા ચાર વર્ષ કરતા વધુ સમયથી આ રોડ પર સુવિધા વધારવાના માટે અંડર બ્રિજ બનાવવાનું કામ શરૂ કરવામાં આવ્યું છે. આ કામ પૂર્ણ કરવા માટે ટેન્ડરમાં દર્શાવેલ સમય મર્યાદાથી ડબલ સમય પૂર્ણ થવા છતા બોટાદના સત્તાધારીઓનાં પેટનું પાણી હલતું નથી, આ બ્રિજના ચાલુ કામને લઇ સ્થાનિક રહીશોને પારાવાર મુશ્કેલીઓ સહન કરવી પડી રહી છે. વાહન ચાલકોને બોટાદમાં પ્રવેશવા માટે બે કિલોમીટર જેટલું ફરીને પ્રવેશ કરવો પડે છે. બોટાદ જિલ્લાની મુખ્ય સરકારી કચેરીઓ જવા માટે આ રોડ પરથી પસાર થવું પડે છે. પંચાયત, કલેકટર કચેરી, મુખ્ય જિલ્લા ન્યાયાલય, આરટીઓ કચેરીમાં જતાં લોકો સહિત હજારો સ્થાનિક રહીશો પાટાની પેલે પાર પણ રહે છે જેને વાહન લઇ શહેરમાં આવવા જવામાં ભારે મુશ્કલીનો સામનો કરવો પડે છે. ચૂંટણી આવે એટલે આ કામમાં ઝડપ વધી જાય છે અને ચૂંટણી પૂરી થયે ફરી કામ ઠપ થઇ જાય છે ત્યારે જનતાના માથાના દુઃખાવા સમાન અન્ડર બ્રિજ ક્યારે પૂર્ણ થશે તે ચર્ચાએ જોર પકડ્યું છે.


(તસવીર / વિડિયો / અહેવાલ :- ઉમેશ ગોરાહવા, બોટાદ)

Related posts

લીંબડી શાળા નં. ૬ના બાંધકામમાં ભષ્ટાચાર થયાનો આક્ષેપ

editor

ભાવનગર લોકલ ક્રાઈમ બ્રાન્ચે વાહનચોર ઝડપ્યો

editor

મંત્રી બન્યા બાદ પ્રથમ વખત વાસણ આહિર સોમનાથ મહાદેવના દર્શને

aapnugujarat

Leave a Comment

UA-96247877-1