Aapnu Gujarat
Uncategorized

ભાવનગર લોકલ ક્રાઈમ બ્રાન્ચે વાહનચોર ઝડપ્યો

આજરોજ ભાવનગર એલ.સી.બી. સ્ટાફનાં માણસો ભાવનગર શહેર વિસ્તારમાં શકદારોની હકીકત મેળવવા પેટ્રોલિંગમાં હતાં તે દરમ્યામન પોલીસ કોન્સ્ટેબલ ચંદ્રસિંહ વાળાને બાતમી મળી કે, સુભાષ નગર પંચવટી ચોક પાસે એક શખ્સ ચોરીનું હીરો હોન્ડા સુપર સ્પલેન્ડર બાઈક જેનો રિજસ્ટર નંબર જી.જે.૦૪.ડી.જે-૯૯૩૮ લઇને ઉભો છે, જેની હકીકતના આઘારે સદર જગ્યા ઉપર જઇ વેરીફાઇ કરતા શખ્સ પકડાઈ ગયો હતો. પૂછપરછમાં તેનું નામ રાહુલ ભરતભાઇ પરમાર (ઉ.વ.૨૦ રહે.સીદસર રોડ હીલ પાર્ક મહાદેવ મંદિરની સામે, મંજુબેન આહીરના મકાનમાં ભાડેથી ભાવનગર તથા ભરતનગર મારૂતિ નગર, ત્રણ માળીયા બ્લોક નંબર-૧૭, ભાવનગર. મુળ.વડવા, દેવજી ભગતની ધર્મશાળા ભાવનગર હોવાનું જાણવા મળ્યું છે.
(તસવીર / અહેવાલ / વિડિયો :- સુરેશ ત્રિવેદી, ભાવનગર)

Related posts

मारुति सुजुकी का उत्पादन सितंबर में 26 प्रतिशत बढ़ा

editor

અમદાવાદ સિવિલની બહાર એમ્બ્યુલન્સની લાઇન ઓછી થતી નથી

editor

આગના ચાર બનાવોમાં ૧૫ લાખ લિટર પાણીનો વપરાશ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1