Aapnu Gujarat
Uncategorized

લીંબડી શાળા નં. ૬ના બાંધકામમાં ભષ્ટાચાર થયાનો આક્ષેપ

લીંબડી જુના પોલીસ સ્ટેશન સામે આવેલ શાળા નંબર ૬ બે વર્ષથી ધરાશાઈ કરી દેવામાં આવી હતી. હવે આ શાળાનું બાંધકામ શરૂ કરવામાં આવ્યું છે ત્યારે બાંધકામમાં હલકી ગુણવત્તાવાળું મટિરિયલ વપરાતુ હોવાનો આક્ષેપ આ વિસ્તારના રહીશો દ્વારા કરવામાં આવ્યો છે. હકીકતમાં નબળી ગુણવત્તાવાળી ઈંટો જોવા મળી હતી તેમજ રેતી પણ ધુળ જેવી જોવા મળી હતી, ત્યારે આ બાબતે રહીશો દ્વારા જણાવવામાં આવ્યું હતું કે કોન્ટ્રાક્ટર છેલ્લી ક્વોલિટીનું મટિરિયલ વાપરી બાંધકામ કરી રહ્યા છે. વધુમાં જણાવ્યું હતું કે, આ સ્કુલ આવનાર સમયમાં જો ધરાશાઈ થશે અને નાના ભુલકાઓને જાન ગુમાવવાનો વારો આવે તેનો કોણ જવાબદાર થશે ? આ બાબતે કોન્ટ્રાક્ટર અશોકભાઈ સાથે વાત કરતાં તેઓએ જણાવ્યું હતું કે અત્યારે આ ઈંટો ખરાબ આવી ગઈ છે ત્યારે હકીકતમાં આ શાળાના બાંધકામમાં પોલમપોલ ભ્રષ્ટાચાર ચાલી રહ્યો હોય તેવુ સામે આવ્યું હતું. હા જ્યારે આ સ્કુલ બની રહી છે ત્યારે કોઈ અધિકારી પણ તપાસ અર્થે એકવાર પણ ડોકાયું નથી તેવા આક્ષેપો પણ લોકો દ્વારા કરવામાં આવ્યાં હતાં. સ્થાનિકો જણાવી રહ્યા છે કે આ બાંધકામને કારણે કોઈ મોટી દુર્ઘટના સર્જાય તો જવાબદાર કોણ કોઈ અધિકારી હશે કે કોન્ટ્રાક્ટર ? આવા ભ્રષ્ટાચારી લાલચુના કારણે વાલીઓને પોતાના સંતાનો ગુમાવવાનો વારો આવશે તેનો જવાબદાર કોણ ? આવા પ્રશ્નો લોકો અને વાલીઓ દ્વારા ઉઠી રહ્યા છે. સમગ્ર જિલ્લામાં જ્યારે રસ્તાઓના કામમાં ગેરરીતિના પ્રશ્નો સામે આવી રહ્યા હતા પરંતુ જ્યારે દેશના ભવિષ્ય સાથે ચેડા કરવામાં આવી રહ્યા છે તે ખુબ જ દુઃખદ ઘટના છે. લોકો ઇચ્છી રહ્યા છે કે શાળાનું બાંધકામ સારી ગુણવત્તાવાળુ થાય.


(તસવીર / વિડિયો / હેવાલ :- ભરતસિંહ પરમાર, સુરેન્દ્રનગર)

Related posts

પૂર્વ વડાપ્રધાન લાલબહાદુર શાસ્ત્રીનાં પુત્ર સમિપ અને તેમનાં પત્નીએ સોમનાથ મંદિરમાં દર્શન કર્યાં

aapnugujarat

પાણીધરા ગામે મોઢે આવેલો કોળિયો છીનવાતા ખેડૂતને રોવાનો વારો આવ્યો

editor

કેંદ્રિય માત્સ્યકી અનુસંધાન કેંદ્ર વેરાવળ (CIFT) અને સોસાયટી ઓફ ફિશરીઝ ટેક્નોલોજિસ્ટ (ઈંન્ડીયા) (SOFTI), કોચીન દ્વારા માછીમારી કચરો વ્યવસ્થાપન : ગુજરાતમા પડકારો અને વ્યવસાયિક તકો વિષે સેમિનારનુ આયોજન

aapnugujarat

Leave a Comment

UA-96247877-1