Aapnu Gujarat
Uncategorized

ઉપલેટાના ખેડૂતોએ મામલતદારને સોંપ્યું આવેદનપત્ર

ઉપલેટા તાલુકામાં ઓગસ્ટ મહિનાની શરૂઆતથી જ અતિભારે વરસેલા સતત વરસાદથી ખેતરોમાં પાણી ભરાઈ રહ્યા હોય અને ખેત પેદાશોમાં મોટાપ્રમાણમાં નુકસાન થયું હોય જેના લીધે ખરીફ પાક, કપાસ, મગફળી, દિવેલા, કઠોળ, અને સોયાબીન સદંતર નિષ્ફળ જવાથી ખેડૂતો હાલ બેહાલ થયા છે. ખેડૂતોએ બિયારણ, ખાતર, દવા અને અન્ય ખર્ચાઓ કરી વાવેતર કરેલા મોલ તૈયાર થતા પહેલાં જ ધોવાણ થવાથી ખેડૂતોએ પારાવાર નુકસાની ભોગવવી પડી રહી છે.
ખેડૂતો ખરીફ પાકમાંથી થનારી આવક ગુમાવી બેઠા છે. ખેડૂતોને મુખ્યમંત્રી કિસાન સહાય યોજના હેઠળ રોકડ સહાય ચુકવવા માટે ઉપલેટામાં ખેડૂતો દ્વારા મામલતદારને આવેદન આપવામાં આવ્યું હતું.
ઉપલેટા તાલુકાના અનેક ગામડાઓ જે મોજ, વેણુ, અને ભાદર ડેમના નીચે આવેલા છે તેવા ચીખલીયા, હાડફોળી, ગણોદ, સમઢીયાળા, કુંઢેચ, તલંગણા, મજેઠી, લાઠ, ભીમોરા, જેવા અનેક ગામોમાં ડેમના પાણી ઘુસી જતા ખેત જમીનોનું ધોવાણ થઈ જવા પામ્યું છે તેના સમારકામ કરવા માટેની જરૂરિયાત ઉભી થતા સરકારશ્રી પડતર જમીનમાંથી કે ગૌચરમાંથી માટી લેવાની મંજૂરી આપવા તેવી ખેડૂતોએ માંગ કરેલ છે અને જમીન ધોવાણની સહાય સુજલામ સુફલામ યોજનમાંથી આપવામાં આવે તેવી પણ સરકાર સમક્ષ દરખાસ્ત કરેલ છે.


(અહેવાલ / વિડિયો :- જયેશ સરવૈયા, જેતપુર)
(તસવીર :- રાજન ભખોત્રા, જેતપુર)

Related posts

इंडिगो को DGCA की चेतावनी

aapnugujarat

ડભોઇ- દર્ભાવતિ નગરીમાં વોર્ડ નંબર ૯ માં પુરાણી સ્વામી હસ્તે મધ્યસ્થ ચૂંટણી કાર્યાલયનું ઉદ્ઘાટન કરવમાં આવ્યું

editor

हीरो मोटोकॉर्प का लाभ 14% बढ़कर 1,029 करोड़ रुपए

editor

Leave a Comment

UA-96247877-1