Aapnu Gujarat
Uncategorized

ડભોઇ- દર્ભાવતિ નગરીમાં વોર્ડ નંબર ૯ માં પુરાણી સ્વામી હસ્તે મધ્યસ્થ ચૂંટણી કાર્યાલયનું ઉદ્ઘાટન કરવમાં આવ્યું

ડભોઈથી અમારા સંવાદદાતા વિકાસ ચતુર્વેદી જણાવે છે કે,ડભોઇમાં ચૂંટણીના દિવસો નજીક આવી રહ્યા છે, તેમતેમ રાજકીય ક્ષેત્રે ગરમાવો આવી રહ્યો છે અને ચૂંટણી નો માહોલ વેગ પકડી રહ્યો છે ડભોઈમાં વોર્ડ નંબર ૯ માં ભાજપાના મધ્યસ્થ ચૂંટણી કાર્યાલયનું ઉદ્દઘાટન પુરાની સ્વામીના વરદ્ હસ્તે ,તેમજ ડભોઇ ના ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા (સોટ્ટા) ની હાજરીમાં કરવામાં આવ્યું હતું.આ કાર્યાલય મોહનપાકૅ ખાતે શરૂ કરવામા આવ્યું છે. આ કાર્યાલયના ઉદ્દઘાટન થી વોર્ડ  નંબર ૯ ના ભાજપના ઉમેદવારો અનસુયાબેન વસાવા, દક્ષાબેન રબારી ,એમ એચ પટેલ, સોનલબેન. કે. સોલંકી એ પોતાના ચૂંટણી પ્રચારની શરૂઆત કરી દીધી છે. આ વોર્ડ નંબર ૯ માં ભાજપાએ ભાજપ ના  અગ્રણી દ્વારા સમગ્ર પેનલ  વિજેતા બનેતે માટે  સતતં પ્રચાર કરી પોતાના પ્રયત્નો શરૂ કરી દીધાં છે.ડભોઇ- દર્ભાવતિ નગરીનો પારદર્શક વહીવટ બને અને દભૉવતી નગરી વિકાસ ના પંથે આગળ વધે તે માટે ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા પણ  સધન પ્રયત્ન કરી રહ્યા છે ત્યારે આ વખતે ડભોઇ- દર્ભાવતીમાં  ભાજપા વધુ બેઠકો મેળવી સતા હાંસલ કરે તે  માટે સૌ ઉમેદવારોને પ્રોત્સાહિત કર્યા હતા. નગરમાં પ્રાથમિક સગવડો નહીં મળવાના પ્રશ્નો વારંવાર ઉદ્દભવતા હોય છે જેવા કે ગટર ,પાણી, લાઇટ , સફાઈ જેવી પ્રાથમિક સગવડો પ્રજાજનોને સારી રીતે અને સત્વરે મળવી જોઈએ ‌.સૌ ઉમેદવારો જીતીને આવ્યા પછી  દરેક નાગરિક ના પ્રશ્નો ઉકેલવા જોઈએ તે આપણી  નૈતિક ફરજ છે અને આપણે આપેલા વચનો પણ સત્વરે પૂરા કરવા જોઈએ એવુ ધારાસભ્યે જણાવ્યું હતું . તેમજ  ફરી એકવાર ભાજપ સત્તા માં આવે તેવું મતદાન મતદારોએ કરવું જોઈએ. પુરાણી સ્વામીએ વોર્ડ નંબર ૯ ના યુવાન મતદારોને ભાજપ તરફે મતદાન કરી યુવા અગ્રણી ની પેનલને જીતાડવા માટે પ્રોત્સાહિત કર્યા હતા.આ વોડૅ માં ભાજપાની   પેનલ જંગી બહુમતીથી જીતી જશે તેવું હાલમાં લાગી રહ્યું છે.

Related posts

પૂર્વ સાંસદ રતિલાલ વર્માએ રોજીદ ગામની મુલાકાત લીધી

aapnugujarat

PM MODI એ સુરતમાં ૨૦૦ કરોડના ખર્ચે હોસ્ટેલનું ખાતમુર્હૂત કર્યું

editor

राजकोट में विद्यार्थी ने ११वीं मंजिल से छलांग लगाकर आत्महत्या की

aapnugujarat

Leave a Comment

UA-96247877-1