Aapnu Gujarat
રાષ્ટ્રીય

વડાપ્રધાને પ.બંગાળમાં વિશ્વભારતી યુનિ.ના દિક્ષાંત સમારોહમાં સંબોધન કર્યું

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પશ્ચિમ બંગાળની વિશ્વભારતી યૂનિવર્સિટીના દિક્ષાંત સમારોહમાં વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા ભાગ લીધો હતો. આ કાર્યક્રમમાં પીએમ મોદીએ કોઈનું પણ નામ લીધા વગર ટૂલકિટ ષડયંત્ર રચનારાઓ પર બરાબરનું નિશાન તાક્યું હતું. આ કાર્યક્રમમાં કેન્દ્ર્રીય શિક્ષણ મંત્રી રમેશ પોખરિયાલ નિશંક અને રાજ્યપાલ જગદીપ ધનખડ હાજર રહ્યાં હતાં.
પશ્ચિમ બંગાળની વિશ્વભારતી યૂનિવર્સિટીના દીક્ષાંત સમારોહમાં પીએમ મોદીએ કહ્યું હ્‌તું કે, ગુરૂદેવ રવીન્દ્રનાથ ટાગોરે જે ધરોહર માં ભારતીને સોંપી છે તેનો ભાગ બનવું મારા માટે પ્રેરક છે. તેમને કહ્યું હતું કે, બંગાળના ઈતિહાસમાં ભારતના સમૃદ્ધ જ્ઞાન-વિજ્ઞાનને આગળ વધારવામાં દેશને નેતૃત્વ પુરૂ પાડ્યું છે. બંગાળ એક ભારત-શ્રેષ્ઠ ભારતનું જન્મસ્થળ રહ્યું છે અને કર્મસ્થળ પણ. કોઈનું નામ લીધા વગર જ ટૂલકિટ મામલે પીએમ મોદીએ બરાબરનું સંભળાવતા કહ્યું હતું કે, કેટલાક ભણેલા-ગણેલા લોકો દુનિયામાં હિંસા ફેલાવી રહ્યાં છે.
પીએમ મોદીએ વિદ્યાર્થીઓને સંબોધતા કહ્યું હતું કે, ગુરૂદેવ ટાગોર માટે વિશ્વ ભારતી માત્ર જ્ઞાન મેળવવાની જ સંસ્થા નથી. પણ તે ભારતીય સંસ્કૃતિના શીર્ષસ્થ લક્ષ્ય સુધી પહોંચવાનો એક પ્રયાસ છે. આ લક્ષ્યને અમે ‘સ્વયંને પ્રાપ્ત કરવા’ કરીએ છીએ. વિદ્યાર્થીઓને તમે માત્ર એક યૂનિવર્સિટીનો જ ભાગ નથી પણ એક જીવંત પરંપરાનો હિસ્સો છો.
પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, વિદ્યાર્થીઓનું જ્ઞાન માત્ર તમારૂ જ જ્ઞાન નથી પણ સમાજ અને દેશની ધરોહર છે. આ માત્ર વિચારધારાનો પ્રશ્ન નથી પણ માઈંડસેટનો પણ વિષય છે. પીએમ મોદીએ કહ્યું હતું કે, જે દુનિયામાં આતંક ફેલાવી રહ્યાં છે તેમાંથી ઘણા બધા સારૂ ભણેલા અને આવડત ધરાવનારાઓ છે પરંતુ ફરક છે તો માત્ર તેમની વિચારધારનો. બીજી બાજુ એવા પણ લોકો છે જે કોરોના જેવી મહામારીમાંથી દુનિયાને મુક્તિ અપાવવા માટે દિવસરાત પ્રયોગશાળાઓમાં મહેનત કરી રહ્યાં છે. તમારૂ જ્ઞાન, તમારી સ્કિલ, એક સમાજને, એક રાષ્ટ્રને ગૌરવાન્વિત પણ કરે છે અને તે સમાજને બદનામી અને બર્બાદીના અંધકારમાં પણ ધકેલી શકે છે.

Related posts

Terror attack alert in Southern India : Lt Gen S K Saini

aapnugujarat

સાઉદીના પાઠ્યક્રમમાં રામાયણ – મહાભારત સામેલ કરાયું

editor

રાફેલ ડીલ : મોદીના ઇરાદા પર કોઇ શંકા નથી : શરદ પવાર

aapnugujarat

Leave a Comment

UA-96247877-1