Aapnu Gujarat
ગુજરાત

શહેરામાં કોંગ્રેસના કાર્યકરોએ કર્યો ડોર ટુ ડોર પ્રચાર કરી,મત આપવા કરી અપીલ

શહેરાથી અમારા સંવાદદાતા વિજયસિંહ સોલંકી જણાવે છે કે,સ્થાનિક સ્વરાજની ચુટણીઓને લઇને ચુટણીચિત્ર સ્પષ્ટ થયુ છે.સ્થાનિક સ્વરાજની ચુટણીમાં ભાજપ,કોંગ્રેસ,અપક્ષની વચ્ચે ત્રિકોણીય જંગ ખેલાવા જઈ રહ્યો છે.ભાજપે ચૂંટણી પહેલા શહેરા તાલુકા પંચાયતની ૧૧ તેમજ જીલ્લા પંચાયતની ૩ બેઠકો બિનહરીફ લીધે કબજે કરી લીધી છે.ત્યારે ભાજપ હવે ગેલમા જોવા મળી રહી છે.બાકી રહેલી તાલુકા પંચાયતની ૧૯ બેઠકો તેમજ જીલ્લા પંચાયતની ૪ બેઠકો માટે હવે મતદાન યોજાવાનુ છે. કોંગ્રેસ પણ આ બેઠકો પર જીત મેળવા માટે એડીચોટીનુ જોર લગાવી રહી છે.કોંગ્રેસના કાર્યકરોએ પોતાના ઉમેદવારોને જીતાડવા માટે હવે ડોર-ટૂ-ડોર પ્રચારની શરૂઆત કરી હતી.શહેરા તાલુકાના વાડી જીલ્લા પંચાયતના કોંગ્રેસના ઉમેદવાર કિરણબા જસવંતસિંહ સોલંકી તેમજ તરસંગ તાલુકા પંચાયતના ઉમેદવાર જલ્પાબેન અરવિંદસિંહ સોલંકી,સાદરા તાલુકા પંચાયતના ઉમેદવાર આનંદબેન ગુણવંતભાઈ બારીયાના સર્મથનમાં પ્રચાર શરૂ કર્યો હતો.જેમા કોંગ્રેસના કાર્યકરોએ વલ્લભપુર,નાથુજી નામુવાડા,ખરોલી,સાધરા,બોરડી,
બાકરીયા,સહિતના ગામોમા પ્રચાર કરીને પત્રિકાઓ વહેચી હતી.કાર્યકરોનુ કહેવૂ છે. અમને પ્રચારમા સારૂ એવુ સર્મથન મળી રહ્યુ છે.અમારો વિજય થશે.

નોધનીય છેકે ભાજપ અને કોંગ્રેસે પ્રચાર શરુ કરી દીધો છે.પણ મતદારોનો મિજાજ કઈ તરફ ઢળે છે.તેતો પરિણામના દિવસે ખબર પડશે…

Related posts

કાંધલ જાડેજાને દોઢ વર્ષની કેદ

aapnugujarat

સગીર વયે શારીરિક સંબંધ બાંધવામાં દસ વર્ષની સજા : ગુજરાત હાઈકોર્ટ

aapnugujarat

હિંમતનગરમાં ગોડાઉનમાંથી પ્લાયવુડની સીટો ચોરી

editor

Leave a Comment

UA-96247877-1