Aapnu Gujarat
Uncategorized

પાણીધરા ગામે મોઢે આવેલો કોળિયો છીનવાતા ખેડૂતને રોવાનો વારો આવ્યો

વાત કરીએ તો માળીયા હાટીના તાલુકાના પાણીધરા ગામે ખેડૂતનાના ખેતરમાં ઘઉંનું વાવેતર કરવામાં આવેલ હતું…ત્યારે રવિ પાક ઘઉંમાં અચાનક આગ લાગતા 7 વીઘા જેટલા ઘઉંમાં 3 વીઘા જેટલા રાખ બની જાવા પામ્યા છે ત્યારે ખેડૂતની મહેનત ઉપર પાણી ફરી વળતા ખેડૂતને રોવાનો વારો આવ્યો છે વધુ મળતી માહિતી અનુસાર પાણીધરા ગામે સોમનાથ જેતપુર નેશનલ હાઇવે પાસે રામજીભાઈ પરમારના ખેતરમા વીજ લાઈન પસાર થઈ રહી છે અને ઘઉંનો પાક તૈયાર થઈ ગયેલો હોય જ્યારે વીજ લાઈન ખેતર વચ્ચે પસાર થઈ રહેલ છે જેમાં પવનના કારણે વિજ વાયરોમાં પાવરના તીખારા ઘઉં પર પડવાને કારણે ઘઉં  સળગી ગયા હોવાનું ખેડૂત દ્વારા જણાવવામાં આવ્યું છે

ખેડૂતના ઉભા પાકમાં અચાનક આગ લાગતા જોત જોતામાં વિકરાળ બની હતી ત્યારે હાઇવે પર થી પસાર થતા લોકો તેમજ આસપાસના ખેડૂતો પણ આ આગને ઓળવવા દોડી આવ્યા હતા જેના કારણે ખેડૂત રામજીભાઈ પરમારના અડધા ઘઉં બચી જવા પામ્યા છે પરંતુ ખેડૂતના અડધા ઘઉં બળીને રાખ થઈ જતા ખેડૂત ચિંતામાં ગરકાવ થયો છે જ્યારે આ બળી ગયેલા ઘઉં અંદાજીત પાંત્રીસ થી ચાલીસ હજાર જેટલી રકમના થતા હોવાની આશા છે ત્યારે ખેડૂત દ્વારા યોગ્ય વળતર મળે તે માટે જણાવાયું છે

Related posts

સુરતમાં બાળકી પર દુષ્કર્મ આચરનારને ફાંસીની સજા

editor

લોકભારતી સણોસરા ખાતે ‘વિજ્ઞાન સર્વત્ર પૂજયતે’ વિજ્ઞાન સપ્તાહ સમાપન

editor

શ્રી સ્વામીનારાયણ માધ્યમિક શાળા, નિર્ભય સોસાયટી, ચિત્રા ભાવનગર ખાતે 73માં પ્રજાસત્તાક પર્વની કરવામાં આવી ઉજવણી

editor

Leave a Comment

UA-96247877-1