Aapnu Gujarat
Uncategorized

માળીયા હાટીના તાલુકામાં રોડ-રસ્તાઓના કામો ચાલુ,જિલ્લા સાંસદના હસ્તે કરવામાં આવ્યું ખાતમુહૂર્ત

જૂનાગઢ જિલ્લાના માળીયા હાટીના તાલુકામાં રોડ રસ્તાઓની હાલત કાફોડી બનવા પામી છે તાલુકા ના ગામડાઓના મોટા ભાગના રસ્તાઓ માથાના દુખાવા સમાન બન્યા છે અને પ્રજામાં રસ્તાઓને લઈ ને ભારે ચર્ચાઓ થઇ રહી છે .ત્યારે સરકારને પ્રજાનું દુઃખ સમજાયુ હોય તેમ સરકાર દ્વારા હવે આ રસ્તાઓ બનાવવા માટે ગ્રાન્ટ ફાળવવામાં આવી રહી છે જેમાં કૂકસવાડા ગામ થી બુધેચા ગામ તરફ જતા રસ્તાની રાજ્ય સરકાર દ્વારા અંદાજીત દોઢ કરોડની ગ્રાન્ટ ફાળવવામાં આવી હતી ત્યારે આજ રોજ જુનાગઢ જિલ્લા સાંસદ રાજેશભાઇ ચુડાસમા હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતુ આ ખાતમુહૂર્તમાં ઉપસ્થિત જુનાગઢ જીલ્લા સહકારી ખરીદ વેચાણ સંધ પ્રમુખ લક્ષ્મણભાઈ યાદવ, તાલૂકા પંચાયત પ્રમુખ દિલીપભાઈ સીસોદીયા,  સહિત ના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

આ રસ્તાઓની સરકાર દ્વારા સારા રોડ રસ્તાઓ બનાવવા માટે  ગ્રાન્ટ તો ફાળવવામાં આવે છે પરંતુ આ નવા બનેલા રોડ રસ્તો માત્ર 1 વર્ષ કે 6 મહિના ટકતા હોય છે આવા રસ્તોમાં કોન્ટ્રેક્ટ દ્વારા યોગ્ય મટીરીયલ યોગ્ય માત્રમા ન વપરાતા રસ્તો ફેઈલ થઈ જાય છે ત્યારે આવા મિલી ભગત વાળા રસ્તો તાલુકાના ઘણા ગામડાઓમાં બની ગયા છે અને પતિ ગયા સે ત્યારે આવા બનેલા રસ્તાઓની તપાસ થાય તે પણ જરૂરી સે અને નવા બની રહેલા રસ્તાઓ યોગ્ય બને તે પણ જરૂરી છે, ત્યારે આવા પ્રશ્ન એ લોકોમાં ભારે ચર્ચા જગાવી છે

Related posts

વલસાડ પોસ્ટ ઓફિસના કર્મીએ ખાતા ધારકોને ચૂનો ચોપડ્યો

editor

ઘોઘા તાલુકા પંચાયતના આધુનિક ભવનનું ઇ-લોકાર્પણ કરતા મુખ્યમંત્રી રૂપાણી

editor

સોમનાથ મહાદેવની પદયાત્રાએ આવેલ સ્વામી આત્મારામજી મહારાજ… ૮૦ વર્ષે ૮૦ હજાર કિલોમીટર યાત્રાનો લક્ષ્યાંક પુર્ણ કરવા સંકલ્પ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1