Aapnu Gujarat
ગુજરાત

ડભોઈ કોંગ્રેસે સ્વ. માધવસિંહ સોલંકી પ્રત્યે શોક વ્યક્ત કર્યો

ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યમંત્રી માધવસિંહ સોલંકીનું ૯૪ વર્ષની વયે નિધન થયું. ગુજરાત કોંગ્રેસમાં શોકના વાદળો છવાઈ ગયા છે. ડભોઇ કોંગ્રેસ કાર્યાલય ખાતે માજી ધારાસભ્ય સિદ્ધાર્થ પટેલની ઉપસ્થિતિમાં સમગ્ર કોંગ્રેસ કાર્યકરો કાર્યાલય ખાતે ભેગા થઈ શોકની લાગણી વ્યક્ત કરી હતી. માધવસિંહ કોંગ્રેસના પીઢ નેતા તેમજ ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી રહી ચૂક્યા હતા. ગુજરાતમાં ૧૯૮૦ ના દાયકામાં તેઓ પોતાની ખામ થિયરી માટે જાણીતા હતા. તેમનો જન્મ ૩૦ જુલાઈ ૧૯૨૭ ના રોજ થયો હતો. માધવસિંહ સોલંકી ગુજરાત કોંગ્રેસ નેતા ભરતસિંહ સોલંકીના પિતા છે. ગુજરાતમાં સૌથી વધુ વિધાનસભા બેઠકો જીતી મુખ્યમંત્રી બનવાનો રેકોર્ડ પણ તેમના શિરે છે. માધવસિંહ સોલંકી ગુજરાતના ૭માં મુખ્યમંત્રી હતા, જેઓએ ૧૮૨ બેઠકમાંથી ૧૪૯ બેઠક જીતી હતી. તેમના નિધનથી સમગ્ર કોંગ્રેસ પાર્ટીમાં શોક પ્રસરી ગયો છે. માધવસિંહ ગરીબ અને કચડાયેલા વર્ગના લોકો માટે સતત પ્રયત્નશીલ રહેતા. મધ્યાહન ભોજન જેવી યોજનાઓ તેઓના માર્ગદર્શન હેઠળ શરૂ કરવામાં આવી હતી. કોંગ્રેસ પક્ષે આગામી હરોળના એક નેતા ગુમાવ્યા છે અને ગુજરાતના માર્ગદર્શક પણ ગુમાવ્યા હોય તેમ છે. માધવસિંહ સોલંકીના પુત્ર ભરતસિંહ સોલંકી જેઓ હાલ વિદેશમાં હોવાથી અંતિમવિધિ આવતીકાલે રવિવારે સંપૂર્ણ સરકારી સન્માન સાથે કરવામાં આવશે. ભરતસિંહ સોલંકીને પણ આજે સવારમાં આ દુઃખદ સમાચાર મળતાની સાથે સ્વદેશ આવવા નીકળી ગયા હતા. આ કારણે અંતિમ સંસ્કાર આજે કરી શકાયા નથી. આવતીકાલે સદગતની અંતિમવિધિ કરવામાં આવશે. કોંગ્રેસ આવા દિગ્ગજ નેતાઓ વારાફરતી ગુમાવી રહી છે અને અનુભવી નેતાઓની ખોટ આવી પડી માટે પક્ષ માટે એક મોટો સવાલ ઊભો થઈ બેસે એમ છે.


(તસવીર / વિડિયો / અહેવાલ :- વિકાસ ચતુર્વદી, ડભોઈ)

Related posts

અમદાવાદના રસ્તાઓ પર નીકળી તિરંગા યાત્રા

aapnugujarat

श्रेयस कॉम्प्लेक्स से मकरबा पुलिस हेड क्वार्टर्स तक की ड्रेनेज लाइन का सीसीटीवी से डिसिल्टिंग किया जाएगा

aapnugujarat

નવી જંત્રી અમલી બનશે તો નાગરિકોને માથે પ્રોપર્ટી ટેક્સ વધશે

aapnugujarat

Leave a Comment

UA-96247877-1