Aapnu Gujarat
ગુજરાત

નવી જંત્રી અમલી બનશે તો નાગરિકોને માથે પ્રોપર્ટી ટેક્સ વધશે

રાજ્ય સરકારના મહેસુલ વિભાગે વર્ષ ૨૦૧૧માં નવી જંત્રી લાગૂ કરી હતી. પણ અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશન તંત્ર દ્વારા વર્ષ ૨૦૧૭થી જંત્રી આધારિત પ્રોપર્ટી ટેક્સની ફોર્મ્યુલા લાગૂ કરી હતી જેથી અમદાવાદીઓને પ્રોપર્ટી ટેક્સમાં ૭૦ કરોડનો બોજ પડયો હતો. હવે રાજ્ય સરકારે નવી જંત્રીની તૈયારીઓ શરૂ કરી દીધી છે. જો નવી જંત્રી અમલી બનશે તો પ્રોપર્ટી ટેક્સમાં જંત્રી આધારિત ફોર્મ્યુલાના લીધે નાગરિકો ઉપર ૧૨૫ કરોડનો બોજ ઝિંકાઇ શકે તેમ છે.
અમદાવાદ મ્યુનિ.ના જાણકાર સુત્રો કહે છે કે, અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશનની જંત્રી આધારિત પ્રોપર્ટી ટેક્સની ગણતરીમાં સૌથી મહત્વનું ફેક્ટરનું પરિબળ છે એટલે કે, ચાર પ્રકારના ફેક્ટરથી પ્રોપર્ટી ટેક્સની ગણતરી થાય છે જેમાં ફેક્ટર ૧માં સ્થળ પરિસ્થિતિ લોકેશનનું ફેક્ટર. ફેક્ટર ૨માં મિલકતની ઉંમર, ફેક્ટર ૩માં રહેઠાણની મિલકતના કિસ્સામાં તેનો પ્રકાર જ્યારે બિનરહેણાંકમાં તેનો ઉપયોગ. ફેક્ટર ચારમાં મિલકતનો ઉપયોગ કોણ કરે છે.
સ્થળ પરિસ્થિતિ એટલે કે, લોકેશનના ફેક્ટરમાં સૌથી અગત્યનું પાસુ તેની કિંમત હોય છે. જેમાં જંત્રી મહત્વનો ભાગ ભજવે છે. જેમાં જંત્રીના આધારે ફેક્ટર એ,બી,સી કે ડી લાગૂ કરાય છે. જેમાં એ એટલે સમૃદ્ધ વિસ્તાર, બી એટલે, સારો વિસ્તાર, સી એટલે મધ્યમ વિસ્તાર અને ડી એટલે નબળો વિસ્તાર.
એ ફેક્ટરમાં સમૃદ્ધ વિસ્તારમાં ૧.૬૦ અવયવ, સારો વિસ્તારમાં બી ફેક્ટરમાં ૧.૧૦નો અવયવ, સીમાં મધ્યમ વિસ્તારમાં ૦.૯૦ અવયવ અને ડી ફેક્ટરમાં નબળો વિસ્તારમાં ૦.૬૦નો અવયવ લાગે છે. હવે નવી જંત્રી લાગૂ પડશે તો તેની સીધી અસર મધ્ય ઝોન, પૂર્વ ઝોન, ઉત્તર ઝોન અને દક્ષિણ ઝોનના વિસ્તારોને લાગૂ પડશે.

Related posts

અમદાવાદના ચાંગોદરમાં નેપાળી યુવકની ઢોર માર મારીને હત્યા

aapnugujarat

નર્મદા મૈયાની પવિત્ર પરિક્રમા વધારે સુવિધા સભર બનાવાશે : મુખ્યમંત્રી

aapnugujarat

હિંમતનગર, સાબરકાંઠા ખાતે ગરીબ કલ્યાણ મેળો યોજાયો

aapnugujarat

Leave a Comment

UA-96247877-1