Aapnu Gujarat
ગુજરાત

હિંમતનગર, સાબરકાંઠા ખાતે ગરીબ કલ્યાણ મેળો યોજાયો

હિંમતનગર, સાબરકાંઠા ખાતે ગરીબ કલ્યાણ મેળાના ૧૧માં ચરણના જિલ્લા કક્ષાના ગરીબ કલ્યાણ મેળાના શુભારંભ પ્રસંગે મહેસૂલ મંત્રી કૌશિક પટેલે જણાવ્યું હતું કે, ઓછા વરસાદના કારણે ખેડૂતોને મુશ્કેલીમાં સહાયરૂપ બનવા રાજયની સંવેદનશીલ સરકારે અછતગ્રસસ્ત તાલુકાઓ જાહેર કરી ક્રોપ ઇનપુટ સબસીડી, પશુસહાય, વિજળી માટે કનેકશન, મનરેગા યોજના હેઠળ રોજગારી, ઘાસચારા વિતરણ જેવાં અનેકવિધ નિર્ણયો કર્યાં છે.
મંત્રી પટેલે ઉમેર્યું કે, મુખ્યમંત્રી વિજય રૂપાણીના નેતૃત્વ હેઠળ રાજ્ય સરકારે રાજ્યના અસરગ્રસ્ત વિસ્તારો માટે આગોતરા આયોજન સાથે સંવેદનશીલ નિર્ણયો લઈ ૧૧ જિલ્લાના ૫૧ તાલુકાઓને અસરગ્રસ્ત તાલુકા જાહેર કરેલ છે. જ્યારે રાજ્યના ૪૦૦ મી.મી.થી ઓછા વરસાદ ધરાવતા ૧૬ જિલ્લાના ૪૫ તાલુકાઓને પ્રથમવાર ખાસ કિસ્સામાં ખેડૂતોને પાકમાં થયેલ નુકશાન પેટે રાજ્ય ફંડમાંથી કૃષિ ઈનપુટ સહાય ચુકવવાનો ઐતિહાસિક નિર્ણય કરેલ છે. જેને કારણે અસરગ્રસ્ત તાલુકાઓમાં ૨૨ લાખથી વધુ લોકોને અંદાજિત ૩૨૦૦ કરોડ જેટલી રકમ વિવિધ સહાય યોજના હેઠળ લાભ મળશે. મહેસૂલ મંત્રી પટેલએ ઉમેર્યું કે, ૧૦ જાન્યુઆરી સુધીમાં અસરગ્રસ્ત ૯૬ તાલુકાના ખેડૂતો અને પાંજરાપોળ / ગૌશાળાઓને સહાય ચુકવાય તે માટે ૨૦૦૦ કરોડથી વધુ ગ્રાંટ અસરગ્રસ્ત વિસ્તારોના જિલ્લા વહીવટી તંત્રને ફાળવવામાં આવી છે.

Related posts

સૈયદનાના ઉત્તરાધિકાર કેસમાં ઉલટ તપાસ કરાઇ

aapnugujarat

गुजरात राज्यसभा चुनाव से पहले कांग्रेस को तीसरा झटका

editor

પાનવડ પોલીસે વિદેશી દારૂ સાથે શખ્સને ઝડપ્યો

editor

Leave a Comment

UA-96247877-1