Aapnu Gujarat
બ્લોગ

નવા વર્ષમાં વિપક્ષો સમજીને આમ પ્રજાને એક જૂટ કરી શકશે…..?!

આજે પૂર્ણ થતા ૨૦૨૦ ના વર્ષની પરેશાન ભરી અને ચિંતાજનક ઘટમાળો વચ્ચેથી પસાર થઈ મધ્ય રાત્રી એટલે કે રાત્રે બારના ટકોરે ૨૦૨૧ ના વર્ષમાં પ્રવેશી રહ્યા છીએ ત્યારે સૌ કોઈના હૈયે નવું વર્ષ સુખ-શાંતિ સભર બની રહે તેવી આશા અને અપેક્ષા હોય તે સ્વાભાવીક છે. પરંતુ “સાપ ગયા અને લીસોટા રહ્યા” કહેવત અનુસાર દેશને કોરોના નાથક વેક્સિન મળી ગઈ પરંતુ નવો રોગ સ્ટ્રેન દેશમાં પ્રવેશી ગયો જેને પુનઃ ચિંતાને જન્મારો આપી દીધો છે….! તો બેરોજગારી વધતી ચાલી છે તે સાથે મોંઘવારી આસમાને અડી રહી છે. ઉદ્યોગો, વેપાર-ધંધા ધમધમવા લાગ્યા છે…. પરંતુ માર્કેટમાં ખરીદદારોની મોટી અછત સર્જાઈ છે જેના પરિણામે ઉત્પાદન ઓછું છે. તેમજ દેશની નિકાસ પણ ઓછી છે. સરકારે ’આત્મનિર્ભર’ અને “લોકલ ટુ વોકલ”નો મહામંત્ર આપ્યો છે. પરંતુ તે મહામંત્રને વેગ જ મળ્યો નથી તે વાત સ્વીકારવી રહી….! કારણ દેશમાં આજે પણ ચીની ઉત્પાદનો ઠલવાઈ રહ્યા છે તેમાં પણ મોબાઈલ ક્ષેત્ર અને ઓટોમોબાઇલ સ્પેરપાર્ટ મોટા પ્રમાણમાં ઠલવાયા છે. કારણ ચીની બનાવટનાં મોબાઈલ સામે સ્પર્ધામાં ઊભા રહી શકે અને કિંમતમાં પરવડે તેવા મોબાઈલનું દેશમાં ઉત્પાદન થઇ શક્યુ નથી. આ વાત મોબાઈલ માર્કેટ પર નજર કરીએ તો સ્પષ્ટ દેખાઈ આવે છે. મોબાઈલ માર્કેટમાં આજના સમયમાં ૭૬% માર્કેટ ચીની મોબાઈલનું રહ્યું છે. તો સરકારે ઉતાવળથી પાસ કરેલા કૃષિ બિલોની આગ દિવસે-દિવસે વધતી જઈ રહી છે જેમાં મજૂર સંગઠનો સહિતના અનેક સંગઠનો તેના સમર્થનમાં બહાર આવવા લાગ્યા છે….! જે વિરોધ ક્યાં પહોંચશે તે કહેવું કલ્પના બહાર છે….!કારણ કે સરકાર નવા કૃષિ કાનૂન રદ્દ કરવા તૈયાર નથી જ્યારે કે ખેડૂતોને નવા કૃષિ કાનુન રદ કરવાથી ઓછું ખપતું નથી….. ટૂંકમાં રાજ હઠ સામે પ્રજા હઠ વધતી જઈ રહી છે…..!
લોકો વીતી જઈ રહેવું ૨૦૨૦ નું વર્ષ જોઈ રહ્યા છે ત્યારે અમે માણસોને બદલતા જોઈ રહ્યા છીએ. લોકશાહી દેશમાં લોકોનું, લોકો વડે, લોકો માટે નું શાસન હોય છે પરંતુ મહાન લોકશાહી દેશમાં લોકશાહીનો ધીમી ગતિએ ધ્વંશ થતો અનેકો અનુભવી રહ્યા છે…. દેશમાં જ્યારે મજબૂત વિરોધ પક્ષની જરૂર છે અને આમ પ્રજા પણ ઈચ્છી રહી છે…. છતાં વેરવિખેર રહેલા વિરોધ પક્ષો આમ પ્રજાને ઓળખવામાં કે સમજવામાં થાપ ખાઇ રહ્યા છે. અને દરેક પક્ષો કે જેઓનું મૂળ કોંગ્રેસમાં હતુ… તેઓ પોતાના સ્વાર્થ માટે કોંગ્રેસ છોડીને પોતાના અલગ અલગ ચોકા ઉભા કરી દીધા અને આમાંના કેટલાક ખતમ થઈ ગયા છે. તો કેટલાકનો ધ્વંસ થઇ ગયો છે અને કેટલાક આખરી ઘડીઓ ગણી રહ્યા છે. તેમાં જે તે વિપક્ષ નેતાઓનો અહમ્‌ કે ઊંડો સ્વાર્થ છે….! ત્યારે જો લોકશાહી ટકાવવી હશે તો વિપક્ષોએ એક થવું પડશે તે આજના સમયની માંગ છે. ત્યારે વિપક્ષો આ બાબત સમજશે કે કેમ….?તે મોટો સવાલ છે… બાકી દેશની આમ પ્રજા મોટાભાગે રાજકારણને નફરત કરવા લાગી છે…. જે હકીકત સમજવાની દેશના તમામ રાજકીય પક્ષોને માટે જરૂરી છે નહીં તો આવનાર સમય કદી માફ નહીં કરે. ખેડૂત આંદોલનને સરકારે સમજવાની જરૂર છે કારણ ભારત એક ખેતીપ્રધાન દેશ છે….કોમ્પ્યુટર અનાજ પેદા નથી કરવાનું કે નથી ખાદ્ય ઉત્પાદન પેદા કરવાનું તે વાત સમજીને ખેતીને પ્રોત્સાહન આપવા ખેડૂતોના પ્રશ્નોને મહત્વ આપવું જરૂરી છે. કારણ ખેડૂત આંદોલન આજદિન સુધી કેટલાક રાજકીય ઉબાડીયાઓ છતાં શાંતિથી ચાલી રહ્યું છે. ઉપરાંત કોઈ રાજકીય પક્ષને પ્રવેશવા દીધા નથી… અને હવે ખેડૂતોના ટેકામાં અન્ના હજારે અનશન માટે બેસવાના છે તેની અસર દેશભરમાં થશે તે હકીકત છે….! ભાજપને તેમના કારણે લાભ થયો છે તે વાત સમજવાની જરૂર છે… કારણ સરકાર તેમની છે….!?!

Related posts

પબજીનો પ્રભાવ અને પ્રતિબંધ

aapnugujarat

આઠવલેએ ભાજપ પર દબાણ ઉભુ કરવા માટે ૧૫ લાખ રૂપિયાની વાત કરી..!!?

aapnugujarat

ભારતે અંતરીક્ષમાં કરી સર્જીકલ સ્ટ્રાઇક

aapnugujarat

Leave a Comment

UA-96247877-1