Aapnu Gujarat
મનોરંજન

૨૦૨૧ની શરૂઆત બોલિવૂડ માટે ખરાબ થશે

વર્ષ ૨૦૨૦ બોલિવૂડ માટે ખુબ જ ખરાબ સાબિત થયું છે. બીજા બધા સેક્ટરની જેમ સિનેમા અને ટીવી જગતને પણ કોરોનાના કારણે ખુબ જ અસર થઈ હતી. કોરોના વાયરસના પગલે સિનેમાઘર કેટલાક મહિનાઓથી બંધ હાલતમાં પડ્યા છે. તો સાથે સાથે ફિલ્મો અને સીરિયલોનું શૂટિંગ પણ બંધ થઈ ગયું છે. ફિલ્મ સ્ટાર્સ પોતાના ઘરમાં બંધ રહેવા માટે મજબૂર બની ગયા છે. કેટલાક મહિનાઓ પછી જ્યારે સિનેમાઘરો ખુલ્યા તો પણ સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલા નિર્દેશોની સાથે. ફરજીયાત સેનેટાઈઝેશન હોય કે પછી એક એક છોડીને બેસવાનો નિયમ. તમામ સિનેમાઘરોને ખુબ જ પ્રભાવિત કર્યા છે. કદાચ આ જ કારણ છે કે સિનેમાઘરોના ખુલ્યાને એક મહિનો થવા છતા પણ હજુ ફરીથી રૌનક નથી આવી. જ્યાં દર્શક પહલા જેવી સંખ્યામાં સિનેમાઘરોમાં નહી આવી રહી.
ત્યારે ફિલ્મ નિર્માતા પણ સિનેમાઘરોમાં ફિલ્મ રિલીઝ કરવાનો કોઈ પ્લાન નથી બનાવી રહ્યા. સિનેમાઘરો ખોલવાની પરવાનગી મળવાને લઈને અત્યાર સુધીમાં કોઈ જ ફિલ્મ થિએટર્સમાં રિલીઝ થઈ છે. કારણ સામે છે કે કોઈપણ નિર્માતા નુકસાન કરવા માગતા નથી. અને એટલા માટે ઓટીટી ફિલ્મ રિલીઝ કરવાને તે સારો વિકલ્પ માની રહ્યા છે. વર્ષ ૨૦૨૦ પૂર્ણ થવા જઈ રહ્યું છે અને ૨૦૨૧ની શરૂઆત થઈ રહી છે. પરંતુ હજુ પણ બોલિવૂડ માટે ધીમુ રહેશે. કારણ કે મળતી માહિતી મુજબ જાન્યુઆરી ૨૦૨૧માં પણ કોઈ મોટી ફિલ્મ થિએટર્સમાં રિલીઝ નથી થવાની. આ સિવાય પણ કેટલીક ફિલ્મ જે જાન્યુઆરી ૨૦૨૧માં સિનેમાઘરોમાં રિલીઝ થશે. તો આવો જાણીએ આ ફિલ્મો વિશે જે ૨૦૨૧માં સિનેમાઘરોમાં રિલીઝ થવાની છે.
૧ જાન્યુઆરીએ રામ પ્રસાદની ફિલ્મ તેરહવી નવા વર્ષથી શુભારંભ કરશે. નસીરૂદ્દીન શાહ, સુપ્રિયા પાઠક, વિનય પાઠક અને વિક્રાંત મેસી જેવા સ્ટાર્સ સાથે આ ફિલ્મ ખુજ મનોરંજક છે. પંરતુ શું આ ફિલ્મમાં એટલો દમ હશે કે દર્શકોને સિનેમા ઘર સુધી ખેંચી લાવશે ? આ સિવાય ૧૨ર્ ં’ઝ્રર્ઙ્મષ્ઠા ૮ જાન્યુઆરીએ, મેરે દેશ કી ધરતી ૨૨ જાન્યુઆરીએ, લૂપ લપેટા અને ગાલિબ મહિનાના અંતમાં રિલીઝ થશે. આ તમામ ફિલ્મો જાન્યુઆરીમાં સિનેમાઘરોમાં રિલીઝ થશે.

Related posts

નવાજુદ્દીન હાલમાં જેમ્સ બોન્ડની ફિલ્મો નિહાળે છે

aapnugujarat

मेरी आदित्य के साथ काम करने की काफी समय से इच्छा है : श्रद्धा कपूर

aapnugujarat

Rakhi Sawantને પણ લોરેન્સ બિશ્નોઈ ગેંગે આપી ધમકી

aapnugujarat

Leave a Comment

UA-96247877-1