Aapnu Gujarat
આંતરરાષ્ટ્રીય સમાચાર

એચ વન બી વીઝા પરનો ટ્રમ્પનો નિર્ણય અમેરિકાની કોર્ટે પલટી નાખ્યો

અમેરિકામાં કામ કરનારા ભારતીય ટેક પ્રોફેશનલ્સ માટે ખુબ રાહતના સમાચાર છે. ઓક્ટોબરમાં અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પ્રશાસન દ્વારા એચ વન બી વીઝા કાર્યક્રમમાં કરાયેલા ફેરફારને અમેરિકાની કોર્ટે ફગાવી દીધા છે. આ સાથે જ ભારતીય કુશળ કારીગર એટલે કે પ્રોફેશનલ્સ હવે અમેરિકામાં પહેલાની જેમ જ કામ કરી શકશે.
કોરોના વયારસ આવ્યા બાદ આ વર્ષ ઓક્ટોબરમાં અમરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે એચ વન બી વીઝા કાર્યક્રમમાં મોટો ફેરફાર કરવાનો નિર્ણય લીધો. આ નિર્ણય પાછળ ટ્રમ્પ પ્રશાસનનું માનવું હતું કે કોરોનાના કારણે અનેક અમેરિકનોની નોકરી ગઈ તો બહારથી આવનારા લોકોને રોકીને સ્થાનિક લોકોને તે નોકરીઓ આપી શકાય છે. આ દાનતથી વિદેશી પ્રોફેશનલ્સની ભરતી કરતી કંપનીઓ પર અનેક પ્રકારના પ્રતિબંધો લગાવવામાં આવ્યા. નવા નિયમો એટલા કડક હતા કે લગભગ એક તૃતિયાંશ અરજીધારકોને એચ વન બી વીઝા મળી શકે તેમ નહતા. હવે સત્તા બદલાયા બાદ ટ્રમ્પનો આ આદેશ પણ બદલાઈ ગયો છે.
અત્રે જણાવવાનું કે અમેરિકાની સરકાર દર વર્ષે બહારથી આવનારા તમામ ક્ષત્રોમાં કામ કરતા પ્રોફેશનલ્સ માટે ૮૫ હજાર એચ વન બી વીઝા બહાર પાડે છે. જેમાં આઈટી પ્રોફેશનલ્સની સંખ્યા સૌથી વધુ છે. અમેરિકામાં હાલ લગભગ ૬ લાખ એચ વન બી વીઝા હોલ્ડર કામ કરી રહ્યા છે. જેમાંથી મોટાભાગના ભારતના છે અને બીજા નંબરે ચીનના વર્કર છે.
કેલિફોર્નિયાના ડિસ્ટ્રિક્ટ જજ જેફરી વ્હાઈટે એચ વન બી વીઝા પર ટ્રમ્પના આદેશને રદ કરતા કહ્યું કે સરકારે આ નિર્ણય લેતા સંપૂર્ણ રીતે પારદર્શક પ્રક્રિયાનું પાલન કર્યું નથી. સરકાર દ્વારા કોરોના મહામારીના લીધે લોકોની ગયેલી નોકરીઓના કારણે નિર્ણય લેવાયો તે દલીલ સંપૂર્ણ રીતે ખોટી છે. જસ્ટિસ જેફરીએ કહ્યું કે ’કોવિડ ૧૯ એવી મહામારી છે જે કોઈના વશમાં નથી, પરંતુ આ મામલે વધુ સચેત થઈને કાર્યવાહી થઈ શકે તેમ હતી.’

Related posts

ટ્રમ્પની આદતોથી નારાજ છે ૭૦ ટકા અમેરિકી યુવાનો

aapnugujarat

ब्रिटेन में 23 जुलाई को होगी नए प्रधानमंत्री की घोषणा

aapnugujarat

इंडोनेशिया में भूकंप से तबाही,42 की मौत

editor

Leave a Comment

UA-96247877-1