Aapnu Gujarat
Uncategorized

સાવલીમાં માતા સાથે આડા સંબંધો હોવાની શંકા જતા પુત્રએ યુવાનને પતાવી દીધો

સાવલી તાલુકામાં આવેલી મંજુસર જીઆઇડીસીમાં ગઇ રાત્રે ખૂની ખેલ ખેલાયો હતો. માતા સાથે આડો સંબંધ રાખે છે તેવી આશંકા સાથે પુત્ર અને તેના સાગરીતોએ એક્ટીવા પર જતા એક યુવાનને આંતરી ચપ્પુના ઉપરાછાપરી ઘા મારી મોતને ઘાટ ઉતારી દીધો હતો.
આ અંગેની વિગત એવી છે કે વડોદરા તાલુકાના સીસવા ગામમાં રહેતો જગદીશ ઉફેઁ જગો કાંતિભાઈ ચૌહાણ તેના મિત્ર યોગેશ ઉર્ફે બોડો ચીમનભાઇ ચૌહાણ સાથે ગઇકાલે રાત્રે મંજુસર જીઆઈડીસીમાં થર્મેક્સ કંપનીના ગેટ પાસેથી એક્ટીવા સ્કૂટર લઇને પસાર થતા હતા ત્યારે સામેથી બાઇક પર વડોદરા તાલુકાના ઓમકારપુરા ગામમાં રહેતો પંકજ ભરતભાઈ સોલંકી તેમજ સાવલી તાલુકાના મોટાપુરા ગામમાં રહેતા વિપુલ જીતુભાઈ પરમાર, કલ્પેશ ચંદુભાઈ પરમાર, વિશાલ છત્રસિંહ પરમાર અને વડોદરાના નવાયાર્ડ વિસ્તારમાં રહેતો સંજય ઇશ્વરભાઇ આવ્યા હતાં.
ચારેય વ્યક્તિઓએ એક્ટીવા રોકી પાંચ પૈકી પંકજ સોલંકીએ મારી માતા સાથે પ્રેમ સંબંધ કેમ રાખે છે તે મુદ્દે ઝઘડો કર્યો હતો તેમજ તું મારી માતા સાથે કેમ બોલે છે તેમ કહી બોલાચાલી કરી અપશબ્દો બોલી માર મારવાનું શરૃ કર્યું હતું.
પંકજના અન્ય ચાર સાગરીતોએ પણ યોગેશ ઉર્ફે બોડોને માર માર્યો હતો આ વખતે પંકજ સોલંકીએ ચપ્પુના ઉપરાછાપરી ઘા યોગેશની છાતીમાં મારી ગંભીર ઇજા પહોંચાડી હુમલાખોરો નાસી ગયા હતાં.લોહીલુહાણ હાલતમાં યોગેશ ચૌહાણને સારવાર માટે વડોદરા સયાજી હોસ્પિટલ ખાતે લઈ જવાતા ફરજ પરના ડોક્ટરોએ યોગેશને મૃત જાહેર કરતા સમગ્ર બનાવની ફરિયાદ સાવલી પોલીસ મથકે નોંધાઇ હતી. હત્યાના આ બનાવને પગલે મંજુસર જીઆઇડીસીમાં ભારે ચકચાર જગાવી હતી. દરમિયાન હત્યા કરી ફરાર થઇ ગયેલા આરોપીને શોધી કાઢવા માટે એલસીબી તેમજ એસઓજીની ટીમો પણ જોડાઇ હતી અને આખરે પાંચેયની ધરપકડ કરી સાવલી પોલીસને સુપરત કરી દેવાયા હતાં.

Related posts

સુરતમાં મ્યુકોરમાઈકોસિસના પણ વળતાં પાણી

editor

ભાવનગર જિલ્લાને પ્રથમ તબક્કામાં આઠ બાદ બીજા તબક્કામાં વધુ ત્રણ મોબાઈલ પશુ વાન અર્પણ કરાઈ

editor

રાજકોટમાં ગર્ભ પરીક્ષણ કરી ગર્ભપાત કરતી ડો. હિના પટેલની ધરપકડ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1