Aapnu Gujarat
રાષ્ટ્રીય

રાષ્ટ્રગીતમાં ફેરફાર કરવા પીએમ મોદીને સુબ્રહ્મણ્યમ સ્વામીએ પત્ર લખ્યો

સદા નવા નવા વિવાદો સર્જતા ભાજપના નેતા ડૉક્ટર સુબ્રહ્મણ્યમ સ્વામીએ વડા પ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખીને આપણા રાષ્ટ્રગીતમાં ફેરફાર કરવાની માગણી કરી હતી. ત્યાર બાદ આ પત્ર ટ્‌વીટર પર પણ રજૂ કર્યો હતો.સ્વામીએ લખ્યું છે, ૧૯૪૯ના નવેંબરની ૨૬મીએ બંધારણીય સભાના છેલ્લા દિવસે બંધારણીય સભાના અધ્યક્ષ ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદે મતદાન લીધા વિના જન ગણ મન… ગીતને રાષ્ટ્રગીત તરીકે જાહેર કરી દીધું હતું.
જો કે તેમણે પણ એ શક્યતા વિચારી હતી કે ભવિષ્યમાં સંસદ આ ગીતના શબ્દોમાં ફેરફાર કરી શકતી હતી. વાસ્તવમાં આ ગીત ૧૯૧૨માં ભારત આવેલા બ્રિટનના રાજવીના માનમાં રચાયેલી હતી. નોબેલ પારિતોષિક વિજેતા ગીતકાર કવિ રવીન્દ્રનાથ ટાગોર રચિત આ ગીત પહેલીવાર ૧૯૧૧ ના ડિસેંબરની ૨૭મીએ ગવાયું હતું.
આ ગીતમાં વર્ણવાયેલાં ઘણાં સ્થળો હવે ભારતમાં નથી અને ઘણાંના નામ બદલાઇ ચૂક્યાં હતાં. એ સંજોગોમાં આ ગીતના શબ્દોમાં હવે ફેરફાર કરીને નવું ગીત તૈયાર કરાવવું જોઇએ અને એને રાષ્ટ્રગીત તરીકે સ્વીકારવું જોઇએ.આ પત્રના અનુસંધાનમાં હજુ કોઇ રાજકીય પક્ષ કે નેતા તરફથી કોઇ પ્રતિભાવ પ્રગટ થયા નહોતા.

Related posts

भारत में आतंक फैलाने के लिए मजारों पर चंदे जुटा रहा पाक

aapnugujarat

एयरफॉर्स कर्मी ने मंत्रालय को दान दिए १ करोड़ रुपये

aapnugujarat

BJP using NIA for political advantages : MK Stalin

aapnugujarat

Leave a Comment

UA-96247877-1