Aapnu Gujarat
ગુજરાત

ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં પીઆઈ સહિત ૨૧ પોઝિટિવ

દિવાળીના પર્વ દરમિયાન કોરોના કહેરનો બીજો રાઉન્ડ શરૂ થઈ ગયો હોય તેમ લાગી રહ્યું છે. કોરોનાના કેસમાં દિવસેને દિવસે વધારો થઈ રહ્યો છે. ત્યારે હવે લોકડાઉનમાં શરૂઆતથી જ ફ્રન્ટ લાઇન તરીકે કામ કરતા પોલીસકર્મીઓ પણ કોરોનાના સંક્રમણમાં સપડાયા છે. મહત્વની બાબત તો એ છે કે ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં પીઆઈ સહિત ૨૧ પોલીસ કર્મચારીઓનાં રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. એક સાથે એટલા મોટા પ્રમાણમાં પોલીસ કર્મીઓના રિપોર્ટ પોઝિટિવ આવતા સમગ્ર પોલીસ સ્ટેશનને સેનેટાઈઝ પણ કરવામાં આવ્યું છે.કોરોનાએ ગુજરાત સહિત દેશભરમાં જે રીતે હાહાકાર મચાવ્યો છે જેને લઈ અનેક લોકો ચિંતામાં મુકાઈ ગયા છે. ફરી કોરોનાનો કહેર વધી ગયા હોવાનું સામે આવી રહ્યું છે. જેના કારણેઅમદાવાદ સહિત ૪ મહાનગરોમાં નાઈટ કર્ફ્યૂં લાગુ છે. કોરોનામાં સામાન્ય લોકોથી લઈને અનેક સેલિબ્રિટી અને નેતાઓ પણ લપેટમાં આવી ગયા છે. કોરોના વોરિયર્સ એવા પોલીસ પણ કોરોનાના કહેરમાંથી બચી શક્યા નથી. કોરોનાના બીજા રાઉન્ડમાં હવે પોલીસ માટે પણ ચિંતા ઉભી થઈ ગઈ છે.મળતી માહિતી પ્રમાણે અત્યાર સુધી પોલીસના કુલ ૯૭૬થી વધુ જવાનો કોરોના સંક્રમિત થયા છે. જેમાંથી ૮૭૨ જેટલા પોલીસ કર્મચારીઓ સારા પણ થઇ ગયા છે. પરંતુ દુઃખદ વાત એ છે કે ૧૧ જેટલા પોલીસ કર્મચારીઓના કોરોનાના કારણે જીવ ગુમાવી ચૂક્યા છે. હાલ પણ ૯૫ જેટલા પોલીસ કર્મચારીઓ કોરોના ગ્રસ્ત છે. પોલીસ અધિકારીઓ દ્વારા એક એવો પણ નિર્ણય લેવામાં આવ્યો છે કે હવે કોર્પોરેશન સાથે મળી તમામ પોલીસ કર્મચારીઓના કોરોના ટેસ્ટ કરવામાં આવશે. સાથો સાથ તમામ પોલીસ સ્ટેશન અને એજન્સીઓમાં સેનેટાઈઝ કરવામાં આવશે.

Related posts

નવી દિલ્હીના અકબર માર્ગ પર નવા ગુજરાત સદનની ભૂમિપૂજન વિધિ મુખ્યમંત્રીશ્રીના હસ્તે સંપન્ન

aapnugujarat

ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં ત્રિ-પાંખીયો જંગ નક્કી

editor

जीवराजपार्क क्षेत्र में खुले खेत के झोपडपट्टी में कार घुस गई : ४ लोग घायल

aapnugujarat

Leave a Comment

UA-96247877-1