Aapnu Gujarat
મનોરંજન

ગુજરાત કલાવૃંદના કલાકારોએ મામલતદારને આવેદનપત્ર આપ્યું

રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના ભાયાવદર તથા ઉપલેટાના સંગીત કલા ક્ષેત્રે જોડાયેલા કલાકારો દ્વારા ગુજરાત અને ગુજરાતના દરેક ક્ષેત્રના કલાકારો જ્યારે પણ સમાજ કે સરકારને જરૂર પડી છે ત્યારે હર હંમેશ અડગ રહી ઉભા રહ્યા છે ત્યારે આજની આ કોવિડ – ૧૯ની કપરી પરિસ્થિતિમાં છેલ્લાં છ મહિનાથી કલાકારોના પ્રોગ્રામ બંધ હોય. ગુજરાતની સંસ્કૃતિનો વારસો જાળવી રાખનાર કલાકારો પાસે પોતાની કલા સિવાય અન્ય કોઈ આવકનું સાધન ના હોય તેમની પરિસ્થિતિ હાલ એકદમ કફોડી બની ગઈ છે. કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની ગાઈડ લાઈન પ્રમાણે દરેક વ્યવસાય રાબેતા મુજબ ચાલુ થઈ ગયા છે ત્યારે ઉપલેટા તાલુકાના કલાકારો દ્વારા અરજ કરવામાં આવી છે કે સરકાર થોડું વિચારે અને કલાકારો પોતાની આજીવિકા માટે નાના પ્રોગ્રામની સાથે સાથે નવરાત્રિ થાય તો કલાકારોની સાથે-સાથે લાઈટ, સાઉન્ડ, મંડપ તથા વિડિયોગ્રાફર અને ફોટોગ્રાફરને પણ આજીવિકા શરૂ થઈ શકે એમ છે અને ઉપલેટા અને ભાયાવદર વિસ્તારમાં આશરે એક હજાર લોકોનો રોજગાર શરૂ થઈ શકે એમ છે અને સરકારના દરેક નિયમોનું પાલન કરીને પ્રોગ્રામો થઈ શકે એમ છે. ગુજરાત કલાવૃંદ અને સમગ્ર ગુજરાતના કલાકારો હર હંમેશ સરકાર સાથે રહ્યા છે અને રહેશે જ, તો અમારી આ લાગણી સાથે માંગણીને ધ્યાને લઇ આશા રાખીએ છીએ.


(તસવીર / વિડિયો / અહેવાલ :- કૌશલ સોલંકી, ધોરાજી)

Related posts

पद्मावती पर संकट : एक दिसम्बर को रिलीज नहीं

aapnugujarat

राहुल गांधी के वंशवाद वाले बयान पर भड़के ऋषि कपूर

aapnugujarat

ભોજપૂરી એક્ટ્રેસ આકાંક્ષા દુબેએ વારાણસીની હોટલમાં કરી આત્મહત્યા

aapnugujarat

Leave a Comment

UA-96247877-1