Aapnu Gujarat
ગુજરાત

સુરત મનપાના વિકાસકાર્યોનું મુખ્યમંત્રીએ કર્યું ઈ-લોકાર્પણ

કોરોના સંક્રમણ વચ્ચે પણ વિકાસની ગતિ યથાવત રહે તે માટે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ સુરત મહાનગર પાલિકાના કામોના લોકાર્પણની સાથે નવા કામોના વીડિયો કોન્ફરન્સથી ભૂમિપૂજન કર્યાં છે. મહાનગરપાલિકાના ૧૬૧.૪૫ કરોડના ખર્ચે તૈયાર થયેલા ૧૪ પ્રોજેક્ટના લોકાર્પણ અને ૧૭૮.૫૮ કરોડના ખર્ચના નવા કાર્યોના ભૂમિપૂજન કરાવતાં કહ્યું કે, મહાનગર પાલિકા દ્વારા ગંદા પાણીને શુદ્ધ કરવાની કામગીરી બિરદાવવા લાયક છે.
મુખ્યમંત્રી વિજયભાઈએ કહ્યું કે, પ્રજાની અપેક્ષા સપનાઓ અને આકાંક્ષાઓ કોરોનાની કામગીરી વચ્ચે પણ મહાનગર સેવા સદનના કર્મયોગી પરિવારે પૂર્ણ કરી છે તે અભિનંદન પાત્ર છે.ભૂતકાળમાં કોંગ્રેસના શાસનમાં વિકાસ કામો નાણાંના અભાવે અટકેલા રહેતા હતો.આપણે નરેન્દ્રભાઈના નેતૃત્વમાં એવી વિકાસની રાજનીતિ વિકસાવી છે કે, પૈસાની ખોટ નથી પડતી વિકાસ કામો અવિરત અને સમય બદ્ધ પુરા થાય છે. આજે કામો સવાઈ ગતિથી અને શ્રેષ્ઠ થાય છે કેમ કે, આ સરકાર પારદર્શિતા અને પ્રમાણિકતાથી કામો કરે છે. કામોના ટેન્ડર પણ પબ્લિક ડોમીનમાં મૂકીને સરાજાહેર કામો અને ખર્ચનો હિસાબ આપીએ છીએ.
એવો સ્પષ્ટ મત વિજયભાઈ રૂપાણીએ વ્યક્ત કર્યો હતો. મુખ્યમંત્રીએ સુરત મહાનગર પાલિકાએ ટર્શરી કેરથી ગંદા પાણીને શુદ્ધ કરી રી-યુઝની પહેલ કરી છે, તેને બિરદાવી હતી.તેમણે કહ્યું કે, સુરતને કોરોના સંક્રમણથી ઝડપથી નિયંત્રણમાં લાવવા રાજ્ય સરકારે ફોકસ કરીને બધી જ સુવિધાઓ આપી છે. તબીબો આરોગ્ય સાધનો અને સુરતને આપવા સાથે કોરોના ટેસ્ટ પણ રાજ્યભરમાં રોજે રોજ વધારતા જઈએ છીએ. રોજના ૫૦ હજારથી વધુ ટેસ્ટ રાજ્યભરમાં થાય છે.

Related posts

AMC की 192 सीटों पर कल होगा मतदान

editor

રૂપાણીના પ્રધાનમંડળનું ટૂંકમાં વિસ્તરણ કરાય તેવી સંભાવના

aapnugujarat

અમદાવાદ કોર્પો. પાસે ૫ હજાર કરોડની મિલ્કત

aapnugujarat

Leave a Comment

UA-96247877-1