Aapnu Gujarat
રાષ્ટ્રીય

મુખ્યમંત્રી તરીકે મોદીનો ટ્રેક રેકોર્ડ પર્યાવરણને લઇ ખરાબ રહ્યો છે : સોનિયા

કેન્દ્ર તરફથી નરેન્દ્ર મોદી સરકાર દ્વારા લાવવામાં આવેલા પર્યાવરણીય પ્રભાવ આકારણી ૨૦૨૦ ડ્રાફ્ટની ચારેતરફ ટીકા થઈ રહી છે. વિપક્ષી પાર્ટીઓથી લઈને પર્યાવરણનો મુદ્દો ઉઠાવવાવાળા સામાજિક કાર્યકર્તા પણ આનો વિરોધ કરી રહ્યા છે. હવે કોંગ્રેસના વચગાળાના અધ્યક્ષ સોનિયા ગાંધીએ આ મુદ્દા પર એક લેખ લખ્યો છે જેમાં તેમણે મોદી સરકારની આ નીતિની કડક ટીકા કરી છે.
એક અખબારમાં સોનિયા ગાંધીએ લખ્યુ, જો તમે પ્રકૃતિની રક્ષા કરશો તો તે તમારી રક્ષા કરશે. તાજેતરમાં જ દુનિયામાં કોરોના વાઈરસનો જે સંકટ પેદા થયો છે તે માનવોને એક નવી શીખ આપે છે, એવામાં આપણી ફરજ છે કે આપણે પર્યાવરણની રક્ષા કરીએ.
સોનિયાએ લખ્યુ, આપણા દેશે વિકાસની રેસ માટે પર્યાવરણની બલિ આપી દીધી છે પરંતુ આની પણ એક મર્યાદા નક્કી થવી જોઈએ. છેલ્લા ૬ વર્ષમાં આ સરકારનો રેકોર્ડ એવો જ રહ્યો છે જેમાં પર્યાવરણને લઈને રક્ષા કરવા પર વિચાર નથી, આજે દુનિયામાં આ મામલે આપણે ઘણા પાછળ છીએ. મહામારીના કારણે સરકારે વિચાર કરવાનો હતો પરંતુ તેને અવગણવામાં આવી રહ્યુ છે.
કોંગ્રેસ અધ્યક્ષે નિશાન સાધતા કહ્યુ કે પહેલા કોલસાની ખાણોની વાત હોય કે હવે પછી ઇઆઇએનુ નોટિફિકેશન, કોઈની પણ સલાહ લેવામાં આવી રહી નથી. ગુજરાતના સીએમ તરીકે અત્યાર સુધી નરેન્દ્ર મોદીનો ટ્રેક રેકોર્ડ પર્યાવરણને લઈને ખરાબ રહ્યો છે, હજુ પણ સરકાર ઈઝ ઑફ ડુઈંગ બિઝનેસના નામ પર નિયમોના ધજાગરા ઉડાવી રહી છે.
સોનિયાએ લખ્યુ કે કેન્દ્ર સરકારે રિફૉર્મના નામે માત્ર અમીર ઉદ્યોગપતિઓનો ફાયદો કર્યો છે પરંતુ હવે સમય છે જ્યારે આપણે પબ્લિક હેલ્થમાં રોકાણ કરવુ પડશે.

Related posts

જનધન યોજનાના ૬ વર્ષ પૂરા, ૪૦ કરોડથી વધારે ખુલ્યા ખાતા

editor

રામદેવના કારનામા સામે સરકારે આંખ મિંચામણા કર્યા, તેથી પતંજલિની હિંમત વધી ગઈ

aapnugujarat

મોંઘવારી ભથ્થામાં બે ટકા વધારાને કેબિનેટની મંજુરી

aapnugujarat

Leave a Comment

UA-96247877-1