Aapnu Gujarat
રાષ્ટ્રીય

જનધન યોજનાના ૬ વર્ષ પૂરા, ૪૦ કરોડથી વધારે ખુલ્યા ખાતા

મોદી સરકારની સૌથી મોટી યોજનાઓમાં એક પ્રધાનમંત્રી જનધન યોજનાને આજે ૬ વર્ષ પૂરા થયા છે. ૨૦૧૪માં પ્રધાનમંત્રી બનાવાની સાથે પીએમ નરેન્દ્ર મોદીએ ૧૫ ઓગસ્ટ ૨૦૧૫ના જનધન યોજના લોન્ચ કરી હતી. જેનો ઉદેશ્ય લોકોના બેંક ખાતા ખોલાવવાનો હતો. આજે જ્યારે તેને ૬ વર્ષ પૂરા થયા તો પીએમ મોદીએ ટિ્‌વટ કરી લોકોને શુભચ્છાઓ આપી અને આ યોજનાથી જોડાયેલા કેટલાક તથ્યો તમામની સામે રજૂ કર્યા.પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તેમના ટિ્‌વટમાં લખ્યું, આજથી ૬ વર્ષ પહેલા પ્રધાનમંત્રી જનધન યોજનાને લોન્ચ કરાઇ હતી, જેનો ઉદેશ્ય લોકોને બેન્કિંગ સિસ્ટમ સાથે જોડવાનો હતો. આ એક ગેમચેન્જર સાબિત થયું, જેને ગરીબીમાં ફસાયેલા લોકોને ફાયદો પહોંચાડવાનું કામ કર્યું. પીએમ મોદીએ વધુમાં લખ્યું, પ્રધાનમંત્રી જનધન યોજનાના કારણે કરોડો પરિવારોનું ભવિષ્ય સુરક્ષિત થયું છે. તેમાં મોટાભાગે ગ્રામીણ વિસ્તારના લોકો છે અને મહિલાઓ છે. જેમણે આ યોજના માટે કામ કર્યું છે, હું તેમનો આભાર વ્યક્ત કરું છું.
યોજના કેવી રીતે બની ગેમચેન્જર?
૧. ઓગસ્ટ ૨૦૨૦ સુધી આ યોજના અંતર્ગત ૪૦.૩૫ કરોડ બેંક ખાતા ખોલવામાં આવ્યા છે.
૨. કુલ બેંક ખાતામાં ૫૫.૨ ટકા ખાતા મહિલાઓના નામે છે.
૩. જનધન યોજના અંતર્ગત ખોલવામાં આવેલા બેંક ખાતામાં ૬૪ ટકા ગ્રામીણ વિસ્તારના છે, બાકી ૩૬ ટકા શહેરના છે.
૪. તેમાં ઝીરો બેલેન્સથી ખાતુ ખોલાવી શકાય છે.
૫. આ યોજના અંતર્ગત ૨ લાખનો દુર્ઘટના વીમો મળે છે, જે એકદમ ફ્રી હોય છે.
૬. જનધન ખાતામાં હવે ડેબિટ કાર્ટ મળવાની સુવિધા પણ છે.
પીએમ ગરીબ કલ્યાણ યોજના અંતર્ગત સરકાર એપ્રિલ-જૂન ૨૦૨૦ દરમિયાન મહિલાઓના ખાતામાં ૩૦,૭૦૫ કરોડ રૂપિયા જમા કરવાશે. આ તે સમય છે જ્યારે કોરોના સંકટના કારણે સમગ્ર દેશમાં લોકડાઉન લાગ્યું હતું. જનધન યોજના અંતર્ગત ૮ કરોડ લોકોને મોદી સરકાર ઘણી સ્કીમના પૈસા ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર દ્વારા પહોંચાડે છે.

Related posts

જમ્મુ કાશ્મીર : બે વર્ષમાં ૩૬૦ આતંકવાદીઓ ઠાર

aapnugujarat

કાશ્મીરમાં વધુ બે ત્રાસવાદી ઠાર

aapnugujarat

ज्यादा प्रदुषण वाले इलाको में एयर प्यूरीफायर लगाए जाए : सुप्रीम

aapnugujarat

Leave a Comment

UA-96247877-1